રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું; રાષ્ટ્રપિતાનું ઘર સળગાવી દેવાયું

12:32 PM Feb 06, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

દિલ્હીથી શેખ હસીનાના ઓનલાઇન ભાષણના વિરોધમાં ઠેર ઠેર આગજની, શેખ હસીનાને ફાંસી આપવા માંગ, કાકાના ઘર પર બુલડોઝર ફેરવી દેતા દેખાવકારો

Advertisement

બાંગ્લાદેશમાં, બળવા પછી સત્તામાં આવેલા મોહમ્મદ યુનુસના શાસન હેઠળ, બદમાશો ખુલ્લેઆમ હિંસા કરતા જોવા મળે છે. ત્યારે હવે બદમાશોનું વધુ એક કૃત્ય જોવા મળ્યું છે. દેખાવકારોએ બુધવારે બાંગ્લાદેશના સંસ્થાપક અને રાષ્ટ્રપિતા શેખ મુજીબુર રહેમાનના ધનમોન્ડી-32 નિવાસસ્થાનમાં તોડફોડ કરી અને સળગાવી દીધું હતું જયારે તેના પૂર્વ રાષ્ટ્રપતિ શેખ હસીનાના કાકા શેખ સોહેલના ઘર ઘપર બૂલડોઝર ફેરવી દેવાયું હતું.
આશ્ચર્યની વાત એ છે કે સોશિયલ મીડિયા પર બુલડોઝર સરઘસ ની જાહેરાત બાદ આ ગરબડ થઈ હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક બદમાશો આવાસ અને મ્યુઝિયમમાં પણ ઘૂસી ગયા હતા. આ પછી તેઓ બાલ્કની પર ચઢી ગયા અને તોડફોડ કરી. કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં આગચંપી પણ કરવામાં આવી છે. તેના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ ઓનલાઈન ભાષણ આપ્યું હતું. તેના વિરોધમાં બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધીઓએ ધનમંડી-32માં બુલડોઝર માર્ચ કાઢવાની જાહેરાત કરી હતી. શરૂૂઆતમાં વિરોધીઓએ રાત્રે 9 વાગ્યે બુલડોઝર વડે મકાન તોડી પાડવાની ધમકી આપી હતી. જો કે, વિરોધીઓએ તેમનો પ્લાન બદલી નાખ્યો અને રાત્રે 8 વાગ્યે જ ત્યાં પહોંચી ગયા. તેઓએ દેશના સ્થાપકના નિવાસસ્થાનનો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો અને ત્યાં પણ હંગામો મચાવ્યો. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, વિરોધીઓએ જાહેર કર્યું છે કે આ ઘર સરમુખત્યારશાહી અને ફાસીવાદનું પ્રતીક છે. અમે દેશમાંથી મુજીબિઝમ અને ફાસીવાદના કોઈપણ નિશાનને નાબૂદ કરીશું.

પ્રદર્શન દરમિયાન શેખ હસીનાને ફાંસી આપવાની માંગ પણ કરવામાં આવી હતી. ઘણા હુમલાખોરો ઘરના બીજા માળે ચઢી ગયા હતા. આ દરમિયાન બાંગ્લાદેશના સ્થાપકની તસવીરો અને ઘરના અન્ય ભાગોને હથોડી અને લાકડાના પાટિયા વડે તોડી નાખવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશને ઇસ્લામિક દેશ બનાવવા તોફાનો કરાવાય છે : તસ્લીમા નસરીન
નિર્વાસિત જીવન જીવી રહેલી પ્રખ્યાત બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને શેખ મુજીબના ઘરને તોડી પાડવાને ઈસ્લામિક આતંકવાદીઓનું કામ ગણાવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર એક પોસ્ટમાં શેખ હસીનાએ લખ્યું, પઆજે સ્વતંત્ર બાંગ્લાદેશના સર્જકનું અંતિમ નિશાન પણ બળીને રાખ થઈ ગયું છે. રડો, બાંગ્લાદેશ રડો. અન્ય એક પોસ્ટમાં તસ્લીમાએ લખ્યું કે, જો હસીના પ્રત્યે ગુસ્સો છે તો શા માટે ઇસ્લામિક આતંકવાદીઓ શેખ મુજીબના મ્યુઝિયમ પર હુમલો કરીને તેને બાળી રહ્યા છે? શું હસીનાને દેશમાંથી હાંકી કાઢવા તે પૂરતું ન હતું? તસ્લીમા નસરીને હુમલાખોરોને પાકિસ્તાનના સમર્થકો ગણાવ્યા હતા જેઓ બાંગ્લાદેશને ઈસ્લામિક દેશ બનાવવા માંગે છે. આ તે લોકો છે, તેમણે કહ્યું, પજેઓ ક્યારેય સ્વતંત્ર બાંગ્લાદેશ ઇચ્છતા ન હતા, જેમણે બિનસાંપ્રદાયિકતાને નકારી કાઢી હતી, જેઓ 1971માં ઇસ્લામિક રાજ્ય ઇચ્છતા હતા, જેઓ પાકિસ્તાન જેવા આતંકવાદી રાજ્ય સાથે જોડાણ ઇચ્છતા હતા. તેઓ અને તેમના વંશજો જ આજે બધું બાળી રહ્યા છે - જેઓ કટ્ટરપંથી મુસ્લિમો છે, જેઓ નાસ્તિકોને ધિક્કારે છે, જેઓ દુરાચારી છે.

બાંગ્લાદેશી લેખકે આ માટે યુનુસ સરકારને જવાબદાર ઠેરવતા કહ્યું કે હવે માત્ર પાકિસ્તાન સમર્થકો જ સત્તામાં છે. તેઓ યુનુસ સરકાર છે.

બુલડોઝરથી ઇતિહાસ નહીં બદલી શકો: શેખ હસીનાનો હુંકાર
બીજી તરફ, બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાએ ઢાકામાં તેમના પિતા શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાન પર સેંકડો દેખાવકારો દ્વારા આગ લગાડવા પર તેમની તીવ્ર નારાજગી વ્યક્ત કરીને તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોઈપણ બંધારણ ભૂંસી શકાય છે, પરંતુ ઈતિહાસ ભૂંસી શકાતો નથી. તેણે કહ્યું કે બાંગ્લાદેશમાં તેની વિરુદ્ધ શરૂૂ થયેલું આંદોલન વાસ્તવમાં તેની હત્યા માટે છે.

શેખ હસીનાએ ફેસબુક લાઈવ દ્વારા પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હું બાંગ્લાદેશના લોકો પાસેથી ન્યાય ઈચ્છું છું. શું મેં મારા દેશ માટે કંઈ કર્યું નથી? તો પછી આટલું અપમાન શા માટે? હસીનાએ કહ્યું હતું કે તેમનામાં હજી પણ રાષ્ટ્રધ્વજ, બંધારણ અને લાખો શહીદોના જીવની કિંમતે જે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે તેને બુલડોઝ કરવાની તાકાત નથી. તેઓ ઘર તોડી શકે છે, પણ ઈતિહાસ નહીં. તેઓએ એ પણ યાદ રાખવું જોઈએ કે ઈતિહાસ તેનો બદલો લે છે. બુલડોઝર ઇતિહાસને ભૂંસી શકતા નથી.

Tags :
BangladeshBangladesh NEWSworldWorld News
Advertisement
Advertisement