બાફટા એવોર્ડ: સિલિયન મર્ફી અને એમ્મા સ્ટોન સર્વશ્રેષ્ઠ કલાકાર
2024માં હોલિવુડ ફિલ્મ ઓપેન હાઇમર છવાયેલી રહી હતી. હોલિવુડના દિગ્ગજ અભિનેતા સિલિયન મર્ફીએ ઓપેનહાઇમર માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો. બીજી તરફ હોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ એમ્મા સ્ટોને બાફ્ટા 2024માં સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો. સ્ટોને પુઅર થિંગ્સમાં પોતાની ભૂમિકા માટે ટ્રોફી જીતી હતી. સમારંભનું આયોજન લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં કરવામાં આવ્યું હતું.
હોલિવુડ અભિનેતા રોબર્ટ ડાઉની જૂનિયરને ઓપેનહાઇમરમાં સારા પ્રદર્શન માટે સર્વશ્રેષ્ઠ સહાયક એક્ટરનો એવોર્ડ જીત્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા જૂનિયરે 1992માં ચેપલિન માટે બાફ્ટા સર્વશ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો.
ઓપેનહાઇમરને એવોર્ડ સમારંભમાં સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી, સર્વશ્રેષ્ઠ સંપાદન, સર્વશ્રેષ્ઠ ઓરિજનલ સ્કોર શ્રેણીમાં એવોર્ડ મળ્યા હતા. હોયટે વેન હોયટેમાએ ઓપેનહાઇમર માટે સર્વશ્રેષ્ઠ સિનેમોટોગ્રાફીનો એવોર્ડ જીત્યો હતો. ફિલ્મ ઓપેનહાઇમરને બાફ્ટામાં સર્વશ્રેષ્ઠ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ક્રિસ્ટોફર નોલને આ એવોર્ડ જીત્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે સમારંભમાં ધ જોન ઓફ ઇન્ટરેસ્ટ માટે અભિનેતા જોનાથન ગ્લેજરને અંગ્રેજી સિવાય અન્ય ભાષાની સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપ્યો હતો. દીપિકાએ એવોર્ડ્સના રેડ કાર્પેટ પર તમામનું ધ્યાન ખેચ્યુ હતું.
બાફટામાં કોને મળ્યો ક્યો એવોર્ડ
સર્વશ્રેષ્ઠ ફિલ્મ: ઓપેનહાઇમર; ક્રિસ્ટોફર નોલન, ચાર્લ્સ રોવેન, એમા થોમસ
મુખ્ય અભિનેત્રી: એમ્મા સ્ટોન; પુઅર થિંગ્સ
મુખ્ય અભિનેતા: સીલિયન મર્ફી; ઓપનહેઇમર
EE રાઇઝિંગ સ્ટાર એવોર્ડ (સામાન્ય જનતાના મતદાન પર આધારિત): મિયા મેકકેના-બ્રુસ
શ્રેષ્ઠ દિગ્દર્શક: ક્રિસ્ટોફર નોલાન; ઓપનહેઇમર
મેકઅપ અને હેયર: પુઅર થિંગ્સ; નાદિયા સ્ટેસી, માર્ક કુલિયર, જોશ વેસ્ટન
કોસ્ચ્યુમ ડિઝાઇન: પુઅર થિંગ્સ; હોલી વેડિંગ્ટન
શ્રેષ્ઠ બ્રિટિશ ફિલ્મ: ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ; જોનાથન ગ્લેઝર, જેમ્સ વિલ્સન
બ્રિટિશ શોર્ટ એનિમેશન: ક્રેબ ડે; રોસ સ્ટ્રિંગર, બાર્ટોઝ સ્ટેનિસ્લાવેક, એલેક્ઝાન્ડ્રા સાયકુલક
ટૂંકી ફિલ્મ (બ્રિટિશ): જેલીફિશ અને લોબસ્ટર; યાસ્મીન અફીફી, એલિઝાબેથ રુફાઈ
ડિઝાઇન: પુઅર થિંગ્સ; શોના હીથ, જેમ્સ પ્રાઇસ, ઝસુઝા મિહાલેક
સાઉન્ડ: ધ જોન ઓફ ઇન્ટરેસ્ટ ; જોની બાયર્ન, ટર્ન વિલર્સ
ઓરિજનલ સ્કોર: ઓપેનહાઇમર, લુડવિગ ગોરાન્સન
ડોક્યુમેન્ટરી: 20 ડેઝ ઇન મેરીયુપોલ; ખતશિંતહફદ ઈવયક્ષિજ્ઞદ, છયક્ષયય અફજ્ઞિક્ષતજ્ઞક્ષ છફવિં, ખશભવયહહય ખશુક્ષયિ
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: ડાથવાઈન જોય રેન્ડોલ્ફ; હોલ્ડઓવર
શ્રેષ્ઠ સહાયક અભિનેતા: રોબર્ટ ડાઉની જુનિયર; ઓપનહાઇમર
સ્ક્રીનપ્લે એડેપ્ટેશન: અમેરિકન ફિક્શન; કોર્ડ જેફરસન
સિનેમેટોગ્રાફી: ઘાાયક્ષવયશળયિ; વજ્ઞુિં દફક્ષ વજ્ઞુયિંળફ
સંપાદન: ઓપનહાઇમર; જેનિફર લેમ
કાસ્ટિંગ: ધ હોલ્ડવર્સ; સુઝાન શોપમેકર
નોન-અંગ્રેજી ભાષાની ફિલ્મ: ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ; જોનાથન ગ્લેઝર, જેમ્સ વિલ્સન
એનિમેટેડ ફિલ્મ: ધ બોય એન્ડ ધ હેરોન; ઇંફુફજ્ઞ ખશુફુફસશ, ઝજ્ઞતવશજ્ઞ જીુીસશ
ખાસ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ: પુઅર થિંગ્સ; સિમોન હ્યુજીસ
મૂળ પટકથા લેખન: એનાટોમી ઓફ અ ફોલ; જસ્ટિન ટ્રીટ, આર્થર હરારી