For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બડે મિયા તો બડે મિયા, છોટે મિયા ભી સુભાન અલ્લાહ

01:30 PM Dec 16, 2023 IST | Sejal barot
બડે મિયા તો બડે મિયા  છોટે મિયા ભી સુભાન અલ્લાહ

દુનિયાની સૌથી વધુ હાઇટવાળી વ્યક્તિની દુનિયાની સૌથી ઓછી હાઇટવાળી વ્યક્તિ સાથેની મુલાકાતનો વિડિયો હાલમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે શેર કર્યો છે, જેમાં ટર્કીના સુલતાન કોસેનની હાઇટ 8 ફુટ 3 ઇંચ છે. એ બન્નેની મુલાકાત લંડનમાં એક પ્રોગ્રામમાં ફોટો-સેશન માટે થઈ હતી. દુનિયાની સૌથી ઊંચી વ્યક્તિની મુલાકાત જ્યારે દુનિયાની સૌથી ઓછી હાઇટ ધરાવતી વ્યક્તિ સાથે થઈ હતી ત્યારે તેને ડર લાગ્યો હતો. ઊંચી વ્યક્તિ સુલતાનને ત્યારે પોતાના લાંબા કદ બાબતે ચિંતા સતાવી રહી હતી.
તેણે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સને જણાવ્યું હતું કે મને ઓછી હાઇટવાળી વ્યક્તિથી દૂર રાખજો, ક્યાંક તેઓ ભૂલથી મારાથી કચડાઈ ન જાય! અહીં નોંધનીય છે કે ઓછી હાઇટવાળા ડાંગીનું 75 વર્ષની વયે મૃત્યુ થયું હતું. તેણે પોતાનું જીવન નેપાલના પહાડી વિસ્તારોમાં પસાર કર્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement