For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાબર આઝમનો રેકોર્ડ, T-20માં સૌથી ઝડપી 10,000 રન બનાવ્યા

01:31 PM Feb 22, 2024 IST | Bhumika
બાબર આઝમનો રેકોર્ડ  t 20માં સૌથી ઝડપી 10 000 રન બનાવ્યા

પાકિસ્તાનનો સ્ટાર બેટર બાબર આઝમ આ સમયે પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યો છે. તેણે આ લીગ દરમિયાન ટી20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો અને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બાબર આઝમે બુધવારે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટર ક્રિસ ગેલને પાછળ છોડી ટી20 ફોર્મેટમાં સૌથી ઝડપી 10,000 રન બનાવનાર બેટર બની ગયો છે. બાબરે 271 ઈનિંગમાં આ મુકામ હાસિલ કર્યો છે. જ્યારે ક્રિસ ગેલે આ સિદ્ધિ 285 ઈનિંગમાં હાસિલ કરી હતી. ભારતનો વિરાટ કોહલી આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે, જેણે આ મુકામ હાસિલ કરવા માટે 299 ઈનિંગ રમી હતી. પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર ઝાલ્મી માટે રમતા બાબર આઝમે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે માત્ર 6 રનની જરૂૂર હતી.
તેણે કરાચી કિંગ્સ વિરુદ્ધ પીએસએલ મેચમાં આ કારનામું કર્યું છે. કુલ મળી પૂર્વ પાકિસ્તાની કેપ્ટન સૌથી નાના ફોર્મેટમાં 10 હજાર રન બનાવનાર 13મો ખેલાડી બની ગયો છે. જેમાં ક્રિસ ગેલ 14562 રનની સાથે ટોપ પર છે, જ્યારે પાકિસ્તાનનો શોએબ મલિક 13159 રનની સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે.

Advertisement

પાકિસ્તાન સુપર લીગ 2024ની છઠ્ઠી મેચ કરાચી કિંગ્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પેશાવરના કેપ્ટન બાબર આઝમે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 141ની સ્ટ્રાઇક રેટની સાથે બેટિંગ કરતા 51 બોલમાં 72 રન ફટકાર્યા હતા. પેશાવરે ટોસ ગુમાવી પ્રથમ બેટિંગ કરતા 19.5 ઓવરમાં 154 રન બનાવ્યા હતા. કરાચીએ સરળતાથી 155 રનનો ટાર્ગેટ હાસિલ કરી લીધો હતો. કરાચીએ આ મેચમાં સાત વિકેટે જીત મેળવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement