For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિયેનાથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટની ઓટો પાઇલટ સિસ્ટમ ફેલ, દુબઈ ડાઇવર્ટ કરાઈ

05:11 PM Oct 10, 2025 IST | Bhumika
વિયેનાથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટની ઓટો પાઇલટ સિસ્ટમ ફેલ  દુબઈ ડાઇવર્ટ કરાઈ

ઍર ઇન્ડિયા (Air India)ની ફ્લાઈટને ફરી એકવાર ઈમરજન્સી ધોરણે લેન્ડીંગ કરાવવાની ફરજ પડી હતી. રિપોર્ટ અનુસાર વિયેનાથી દિલ્હી તરફ આવી રહેલ એર ઇન્ડીયાની ફ્લાઈટનું દુબઈમાં ઈમરજન્સી ધોરણે લેન્ડીંગ કરવું પડ્યું હતું. 39000 ફીટની ઉંચાઈ પર ફ્લાઈટ ai -154નું ઓટો પાયલટ ફેઈલ તહી ગયું હતું. અહેવાલો મળી રહ્યા છે કે હાલમાં કોઇપણ તકલીફ વિના ફ્લાઈટને લેન્ડ કરી દેવાઈ છે.

Advertisement

ઓસ્ટ્રિયાના વિયેનાથી નવી દિલ્હી તરફ અવી રહેલ ઍર ઇન્ડિયા (Air India)ની ફ્લાઇટમાં કોઈક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે દુબઈમાં તેનું ઈમરજન્સી ધોરણે લેન્ડીંગ કરવું પડ્યું હતું. એરલાઇને નિવેદનમાં જણાવ્યું છે કે જરૂૂરી તપાસ માટે થોડીકવાર માટે બ્રેક લીધા બાદ ફ્લાઇટ નવી દિલ્હી જવા માટે દુબઈ એરપોર્ટથી સવારે 8.45એ ફરીથી ઉપાડવામાં આવ્યું હતું.

ઍર ઇન્ડિયા (Air India)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘9મી ઓક્ટોબરના રોજ વિયેનાથી નવી દિલ્હી તરફ આવી રહેલ અઈં-154માં ઓચિંતા કોઈ ટેકનિકલ ખામી ઉદ્ભવી હોવાની શંકા ગઈ હતી. જેના કારણે દુબઈ તરફ તેને ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાનને દુબઈમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાયું હતું અને જરૂૂરી તપાસ કરવામાં આવી હતી. તમામ મુસાફરોને મુસાફરીમાં થનાર વિલંબ અંગે પણ સુચના આપી દેવામાં આવી હતી.

Advertisement

જરૂૂરી નાસ્તો આપવામાં આવ્યો હતો અને ફ્લાઇટ 8.45 વાગ્યે રવાના થઈ હતી. તાજતેરમાં જ ઓગસ્ટ મહિનામાં તિરુવનંતપુરમથી દિલ્હી જનારી ઍર ઇન્ડિયાની ફ્લાઇટને ટેકનિકલ સમસ્યાને કારણે ચેન્નાઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઘટના (Air India) બાદ ફરી એકવાર અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટના આંખો સામે તરી આવે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જે વિમાનનું દુબઈમાં લેન્ડીંગ કરાયું છે તે જ મોડેલનું વિમાન બોઇંગ ડ્રીમલાઇનર 787-8 જૂન મહિનામાં અમદાવાદમાં દુર્ઘટનાનો ભોગ બન્યું હતું,

Advertisement
Tags :
Advertisement
Advertisement