પેરિસ ઓલિમ્પિક જોવા આવેલી ઓસ્ટ્રેલિયાની મહિલા સાથે ગેંગરેપ
Franceની રાજધાની પેરિસમાં ઓસ્ટ્રેલિયાની મહિલા પ્રવાસીએ 5 વ્યક્તિઓ વિરુદ્ધ Gangrapeનો કેસ નોંધાવ્યો છે. જોકે Paris olympic 2024 નું ગણતરીના દિવસો બાદ આયોજન કરવામાં આવશે. ત્યારે પેરિસની પોલીસે મામલાની ગંભીરતાને સમજીને આ કેસ કડક કાર્યવાહી શરૂૂ કરી છે. જોકે પેરિસ ઓલિમ્પિકને કારણે પેરિસમાં હાલ 60 હજારથી વધુ પોલિસોને તૈનાત કર્યા છે.
મહિલાના જણાવ્યા અનુસાર, એક ક્લબની અંદરથી તેણી નશાની હાલતમાં નીકળી હતી. જ્યારે તેણી ઘર તરફ પરત ફરી રહી, ત્યારે પરિસ્થિતિનો લાભા ઉઠાવીને 5 અજાણ્યા લોકોએ તેને સેંટ્રલ પેરિસના કોઈ અવાવરું સ્થળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તો જ્યારે તેણી હોશમાં આવી ત્યારે તેણી નજીકના એક રેસ્ટોરેન્ટમાં પહોંચી હતી. ત્યાં તેણે મદદ માટે ગુહાર કરી હતી. જે બાદ રેસ્ટોરેન્ટના માલિકે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી.
ત્યારે Franceની પોલીસે મહિલાના નિવેદન અનુસાર કડક તપાસ હાથ ધરી છે. તે ઉપરાંત તમામ રેસ્ટોરેન્ટ અને ક્લબમાંથી CCTVફૂટેજ જપ્ત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત જાહેર રસ્તાઓ પર રાખવામાં આવેલા CCTVફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂૂ કરવામાં આવી રહી છે. જોકે 5 આરોપીઓ પૈકી અત્યાર સુધી કોઈ પણ પકડાયું નથી. ઋફિક્ષભય સહિત પેરિસમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.