For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડની ફર્સ્ટ કલાસ ક્રિકેટને અલવિદા

01:23 PM Mar 16, 2024 IST | Bhumika
ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડની ફર્સ્ટ કલાસ ક્રિકેટને અલવિદા
  • મર્યાદિત ઓવરની મેચ અને આઇપીએલમાં રમશે

ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડે અચાનક નિવૃત્તિ જાહેર કરી છે. જોકે, વેડે માત્ર લાલ બોલની ક્રિકેટને અલવિદા કહી દીધું છે. એટલે કે તે ઓસ્ટ્રેલિયા માટે મર્યાદિત ઓવરની ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. આ સિવાય તે આઇપીએલમાં પણ રમતા જોવા મળશે. 36 વર્ષના વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહી દીધું છે.હવે તે ઓસ્ટ્રેલિયા માટે ક્યારેય ટેસ્ટ ક્રિકેટ નહીં રમે. વેડે ઓસ્ટ્રેલિયા માટે 36 ટેસ્ટ રમી હતી. આ ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 165 મેચ રમી હતી. આ દરમિયાન વેડે અંદાજે 10 હજાર રન બનાવ્યા હતા.

Advertisement

વેડે લાલ બોલની ક્રિકેટને અલવિદા કહી દીધું છે, પરંતુ તે સફેદ બોલની ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. મેથ્યુ વેડ આ વર્ષે જૂનમાં રમાનાર 2024 ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો વિકેટકીપર બની શકે છે. તેણે 2021 ટી20 વર્લ્ડ કપમાં શાહીન આફ્રિદીને હરાવીને ઓસ્ટ્રેલિયા માટે હારી ગયેલી રમત જીતી હતી. વેડ આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ છે.વેડે ઓસ્ટ્રેલિયા માટે 36 ટેસ્ટમાં લગભગ 30ની એવરેજથી 1613 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી ચાર સદી અને પાંચ અડધી સદી આવી હતી. જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 165 મેચોમાં વેડના નામે 41ની એવરેજથી 9183 રન છે. આ દરમિયાન તેના બેટમાંથી 19 સદી અને 54 અડધી સદી આવી. વેડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 442 કેચ અને 21 સ્ટમ્પિંગ કર્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement