For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકાના ઇરાક-સીરિયામાં 85 સ્થળે હુમલા, 18નાં મોત

11:25 AM Feb 03, 2024 IST | Bhumika
અમેરિકાના ઇરાક સીરિયામાં 85 સ્થળે હુમલા  18નાં મોત

જોર્ડન હુમલાના જવાબમાં અમેરિકાની એરસ્ટ્રાઇકથી પશ્ર્ચિમ એશિયામાં તણાવ, અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડનારને ભરી પીવા બાઇડનનો હુંકાર

Advertisement

અમેરિકાએ જોર્ડન હુમલાના જવાબમાં સીરિયા-ઇરાક ઉપર ભીષણ હુમલાઓ શરૂ કર્યા છે જેમાં 18ના મોત નિપજ્યા છે. અમેરિકાના જવાબી હુમલાથી પશ્ર્ચિમ એશિયામાં તણાવ વધવાની આશંકા છે. ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે આ નવી ઘટનાએ તંગદીલી વધારી છે.

અમેરિકાએ જોર્ડન હુમલાના જવાબમાં સીરિયા અને ઇરાકમાં 85 ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. અમેરિકન સેના (યુએસ મીલેટ્રી)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના યુદ્ધ વિમાનોએ શુક્રવારે ઈરાક અને સીરિયામાં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ (આઇઆરજીસી) અને તેમના સમર્થિત મિલિશિયાના 85થી વધુ ઠેકાણા પર જવાબી હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં અમેરિકન સેનાએ ઈરાનની કુદ્સ ફોર્સને નિશાન બનાવી છે. હુમલામાં 18 લોકોના મોત નિપજ્યાના અહેવાલો મળી રહ્યા છે.

Advertisement

અમેરિકન સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલામાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, રોકેટ, મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ ફેસિલિટી તેમજ લોજિસ્ટિક્સ અને દારૂૂગોળાની સપ્લાય ચેઇન સુવિધાઓ સહિતના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં સીરિયામાં ચાર અને ઈરાકમાં ત્રણ સહિત સાત સ્થળોએ 85થી વધુ ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. સીરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે સીરિયાના રણ વિસ્તારોમાં અને ઇરાકની સરહદ નજીક સ્થિત ઠેકાણા પર અમેરિકન હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઈરાન સમર્થિત આતંકવાદી જૂથોના ઠેકાણાઓ પર થયેલા હુમલા બાદ અમેરિકન પ્રમુખ (યુએસ પ્રેસિડેન્ટ) જો બાયડેને એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા મધ્ય પૂર્વમાં સંઘર્ષ નથી ઈચ્છતું, પરંતુ જો કોઈ અમેરિકનને નુકસાન થશે તો અમે તેનો યોગ્ય જવાબ આપીશું. તેમણે વધુમાં કહ્યું કે ગયા રવિવારે જોર્ડનમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. શુક્રવારે, મેં આ બહાદુર સૈનિકોના શ્રદ્ધાંજલિ સમારોહમાં હાજરી આપી હતી અને તેમના પરિવારો સાથે વાત કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement