For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇઝરાયલમાં હુમલાખોરે 10 લોકોને કારથી કચડ્યા, 3 પોલીસને ચાકુ માર્યું

10:56 AM Feb 28, 2025 IST | Bhumika
ઇઝરાયલમાં હુમલાખોરે 10 લોકોને કારથી કચડ્યા  3 પોલીસને ચાકુ માર્યું

Advertisement

ગુરુવારે, એક હુમલાખોરે ઇઝરાયલી શહેર હાઇફામાં કારકુર બસ સ્ટોપ પર ઉભેલા લોકો પર પોતાની કાર ચઢાવી દઈને કચડ્યા હતા. આ હુમલામાં 3 મહિલાઓ સહિત 10 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકોને માર્યા પછી, હુમલાખોરે બે પોલીસ અધિકારીઓ પર છરીથી હુમલો કર્યો. આ પછી તે ઘટનાસ્થળેથી ભાગી ગયો. જોકે, બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ આતંકવાદી હુમલો છે.

Advertisement

ઇઝરાયલી સુરક્ષા એજન્સી શિન બેટના જણાવ્યા અનુસાર, હુમલાખોર પેલેસ્ટિનિયન છે. તે ઇઝરાયલમાં રહેતો હતો અને તેનો અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો.

ઇઝરાયલના પોલીસ અધિકારી મેગેન ડેવિડ એડોમે જણાવ્યું હતું કે તેમની ટીમે ઘટના સ્થળે 10 ઘાયલ લોકોની સારવાર કરી હતી, જેમાં એક 17 વર્ષની છોકરીનો પણ સમાવેશ થાય છે જેની હાલત ગંભીર હતી.

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શંકાસ્પદ જેનિન વિસ્તારનો 53 વર્ષીય પેલેસ્ટિનિયન હતો, જે ગેરકાયદેસર રીતે ઇઝરાયલમાં આવ્યો હતો અને ઇઝરાયલી નાગરિક સાથે લગ્ન કર્યા હતા. પ્રાથમિક તારણો દર્શાવે છે કે તેણે ઇરાદાપૂર્વક બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલા નાગરિકોને નિશાન બનાવ્યા હતા. જો કે અન્ય મીડિયા રિપોર્ટ્સના દાવા અનુસાર, હુમલાખોર 24 વર્ષનો હોવાનું જણાવાયું છે.

ઇઝરાયલી સૈન્ય દ્વારા ઈંજ્ઞિક્ષ ઠફહહ તરીકે ઓળખાતી આ કાર્યવાહી ગાઝામાં યુદ્ધવિરામ લાગુ થયાના થોડા દિવસો પછી કરવામાં આવી હતી અને જેનિન, તુલ્કરેમ અને તુબાસ શહેરો નજીકના અનેક શરણાર્થી શિબિરોમાં ફેલાયેલી છે. જેનિનના શરણાર્થી શિબિરમાં લશ્કરી કાર્યવાહી સામાન્ય છે, જેની વસ્તી આક્રમણ શરૂૂ થયા પહેલા લગભગ 24,000 હોવાનો યુએનનો અંદાજ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement