For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાક.માં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પર હુમલો: 3 પોલીસનાં મોત, 6 આતંકી ઠાર

01:27 PM Oct 11, 2025 IST | Bhumika
પાક માં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પર હુમલો  3 પોલીસનાં મોત  6 આતંકી ઠાર

પંજાબ પ્રાંતની મસ્જિદ પર પણ હુમલાનો બનાવ

Advertisement

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન ખાતે પાકિસ્તાની સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના એક મોટા આત્મઘાતી હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ અથડામણમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓને ઠાર માર્યા હતા, પરંતુ સાથે જ ત્રણ પોલીસકર્મીઓ પણ શહીદ થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત સંગઠન TTPના આતંકવાદીઓએ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં ઘૂસીને મોટો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે જવાબી કાર્યવાહી કરીને આ હુમલાના પ્રયાસને સફળ થવા દીધો ન હતો અને આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ડેરા ઇસ્માઇલ ખાનના ડીપીઓના નેતૃત્વમાં પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. અન્ય એક ઘટનામાં શુક્રવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચનાબ નગરમાં અહમદી સમુદાયની બેત-ઉલ-મહદી મસ્જિદ પર જુમ્માની નમાઝ પછી આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં મસ્જિદના અનેક સ્વયંસેવકો ઘાયલ થયા હતા અને એક હુમલાખોર માર્યો ગયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement