ઢાકામાં અવામી લીગના નેતાની હોટલ પર હુમલો,8ને જીવતા સળગાવાયા
11:20 AM Aug 06, 2024 IST | Bhumika
Advertisement
શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા પછી પણ બાંગ્લાદેશમાં હિંસા અટકી રહી નથી. હવે ઉપદ્રવીઓ લઘુમતી હિંદુઓ, શેખ હસીનાની પાર્ટી અવામી લીગના સમર્થકો અને તેમના સંગઠનોને નિશાન બનાવી રહ્યા છે. સોમવારે ઉપદ્વવીઓએ જેસોરમાં એક હોટલમાં આગ લગાવી હતી, જેમાં આઠ લોકોને જીવતા સળગાવ્યા હતા અને 84 લોકો ઘાયલ થયા હતા. જે હોટલમાં આગ લાગાવી તે અવામી લીગના નેતા શાહીન ચકલાદારની છે. ચકલાદાર જેસોર જિલ્લાના અવામી લીગના જનરલ સેક્રેટરી છે.
મૃતકોમાંથી બેની ઓળખ 20 વર્ષીય ચયન અને 19 વર્ષીય સેજાન હુસૈન તરીકે થઈ છે. જશોર જનરલ હોસ્પિટલના કર્મચારી હારુન-યા-રશીદે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 84 લોકો, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Advertisement
Advertisement