ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમેરિકામાં પટેલ બ્રધર્સના માલિક પુત્ર પર હુમલો: બેન્ટલી કાર લૂંટવા પ્રયાસ

11:25 AM Mar 20, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અમેરિકામાં ફરી એકવાર ભારતીય યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. ન્યૂજર્સીના એડિસનમાં આવેલા પટેલ બ્રધર્સ સ્ટોરના પાર્કિંગમાં જ ગુજરાતી યુવક પર 3 શખ્સોએ હુમલોક કર્યો છે. ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો હતો. 15 માર્ચના રોજ આ ઘટના બની હતી. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે પીડિત યુવક પટેલ બ્રધર્સના માલિકનો પુત્ર હોવાની પુષ્ટિ કરી છે.

Advertisement

સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, ઘટના શુક્રવારે સાંજે 4.55 વાગ્યે બની હતી. જેમાં 3 યુવકો પટેલ બ્રધર્સના પાર્કિંગમાં આવે છે અને બેન્ટલી જઞટ કારમાં બેઠેલા યુવકને બહાર ખેંચીને નીચે પાડી દે છે. પોલીસ અધિકારી થોમસન બ્રાયન મુજબ, યુવકને આ ઘટનામાં કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. આ બાદ યુવક પોલીસને ફોન કરવા માટે સ્ટોરની અંદર દોડીને જતો રહે છે, જ્યારે હુમલાખોર યુવકો કારમાં બેસીને તેને ચોરવાનો પ્રયાસ કરે છે, જોકે કાર કી વિના ચાલુ ન થતા બાદમાં તેઓ ત્યાંથી ભાગી જાય છે.

પોલીસે હજુ સુધી હુમલો કરનાર યુવકોની ઓળખ કરી નથી. પટેલ બ્રધર્સના માલિક કૌશિક પટેલે સ્થાનિક ન્યૂઝ મીડિયાને જણાવ્યું કે, મારો દીકરો બહાદુરી પૂર્વક તેમની સામે લડ્યો અને ચાવી ન આપી. આ લોકો બેન્ટલી, મર્સિડિસ, ઓડી જેવી મોંઘીકાર પાછળ પડે છે. તેમાંથી મોટાભાગના સગીર છે, પોલીસ તેમને પકડે છે અને થોડા દિવસમાં તેઓ બહાર નીકળી જાય છે.

Tags :
Americaindiaindia newsPatel BrothersworldWorld News
Advertisement
Advertisement