લેહમાં ટકરાયું સૌર વાવાઝોડું, આકાશ રંગબેરંગી પ્રકાશથી ઝળહળી ઉઠ્યું
અમેરિકામાં પણ જોવા મળ્યો અદ્ભુત અવકાશી નજારો
લેહના આકાશમાં એક અદભૂત રંગોનો નજારો જોવા મળ્યો હતો. આકાશ લાલ પીળા લીલા જેવા રંગોથી ઝગમગી ઉઠ્યું હતું. આ ઘટના અમેરિકાના અલાબામા અને ન્યુ મેક્સિકોમાં પણ જોવા મળી હતી.
સૌર વાવાઝોડું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાતા લેહનું આકાશ ચમકી ઉઠ્યું હતું. આ નજારો લેહમાં આવેલ દેશની સૌથી ઊંચી વેધશાળા હેનલેથી કેદ થયો હતો.ભારતીય વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના ટેલિસ્કોપ દ્વારા આ તસવીર કેદ કરવામાં આવી હતી.
9 ઓક્ટોબરે સૂર્ય પર આવેલા જીઓમેગ્નેટિક વાવાઝોડાના કારણે આ ઘટના બની હતી. જેમાં 15 લાખ માઈલ પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું પૃથ્વીના ધ્રુવીય પ્રદેશો પર ગત રાત્રે પહોંચ્યું હતું. આ પ્રકારની ગતિવિધિ 11 વર્ષના અંતરે વધુ તીવ્ર બને છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 2025 માં સૌથી મોટું સૌર વાવાઝોડું આવી શકે છે. જેની અસર 2026 સુધી જોવા મળશે.
જ્યારે સૂર્યમાંથી નીકળતાં કિરણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાય છે ત્યારે ઓક્સિજન અને નાઈટ્રોજન જેવા વાયુઓ ચમકે છે. જેના કારણે તેમનો રંગ વાદળી, લીલો અને લાલ થઈ જાય છે. જોવામાં તો તે સુંદર લાગે છે પરંતુ તેને કારણે પાવર ગ્રીડ નિષ્ફળ થઈ શકે છે. અવકાશ યાત્રામાં અવરોધ ઉભો થાય છે.
યુએસ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (ગઘઅઅ) એ જણાવ્યું છે કે ૠ4-શ્રેણીનું સૌર વાવાઝોડું ગઈકાલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાયું હતું.