લો આવી ગયું આર્ટિફિશિયલ હાર્ટ: ઓસ્ટ્રેલિયાની વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ
અમેરિકા-ઓસ્ટ્રેલિયાની કંપનીએ આર્ટિફિશિયલ હાર્ટ બનાવ્યું છે. BiVACOR નામની અમેરિકન-ઓસ્ટ્રેલિયાની કંપની દ્વારા આ હાર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાનો આ નાગરિક પહેલો વ્યક્તિ છે, જે આર્ટિફિશિયલ હાર્ટ સાથે હોસ્પિટલની બહાર જીવન વિતાવી શક્યો હતો. તે પહેલો એવો દર્દી છે, જેના આર્ટિફિશિયલ હાર્ટ અને ડોનર હાર્ટના ટ્રાન્સપ્લાન્ટ માટે આટલા દિવસ લાગ્યા હતા. સિડનીની વિન્સેન્ટ હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ કાર્ડિયોલોજિસ્ટ અને આ રિસર્ચના નેતૃત્વ કરનાર પ્રોફેસર ક્રિસ હેવર્ડ કહે છે, આ પ્રોજેક્ટ માત્ર ઓસ્ટ્રેલિયાના નહીં પરંતુ સમગ્ર દુનિયાના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં નવો મકામ સ્થાપિત કરશે.
ક્વીન્સલેન્ડમાં જન્મેલા ડોક્ટર ડેનિયલ ટિમ્સે ટોટલ આર્ટિફિશિયલ હાર્ટ (ઝઅઇં)ની શોધ કરી છે. આ હાર્ટ વિશ્વનું પ્રથમ એવું રોટરી બ્લડ પંપ છે, જેને ઇમ્પ્લાન્ટ કરી શકાય છે. આ હાર્ટ માનવ હાર્ટને બદલી શકવાની ક્ષમતા ધરાવે છે અને રિપ્લેસમેન્ટ તરીકે કાર્યરત રહી શકે છે. BiVACOR દ્વારા વિકસિત આ હાર્ટમાં માત્ર એક જ મોટર છે, જેને ચુંબકની મદદથી ચિપ્રિત કરવામાં આવ્યું છે, જેથી તે હવામાં સ્થિર રહી શકશે અને બ્લડનું સરક્યુલેશન સુનિશ્ચિત કરશે. આ હાર્ટ ટાઇટેનિયમથી બનાવવામાં આવ્યું છે અને તેમાં કોઈપણ વાલ્વ અથવા મિકેનિકલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે તેને વધુ ટકાઉ અને લાંબા સમય સુધી કાર્યરત બનાવે છે.
આ હાર્ટ શારીરિક હાર્ટના બે પમ્પિંગ ચેમ્બરને પણ બદલી શકે છે. આ આર્ટિફિશિયલ હાર્ટ લાગુ કરનારા વ્યક્તિને આનો કોઈ અહેસાસ પણ ન થયો. તે સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી રહ્યો હતો,
આ ડિવાઇસ એટલી નાની છે કે બાર વર્ષના બાળકમાં પણ તેને ઇન્સ્ટોલ કરી શકાય છે. આ આર્ટિફિશિયલ હાર્ટનું વજન ફક્ત 650 ગ્રામ છે. તે એક્સટર્નલ રિચાર્જેબલ બેટરીથી કાર્યરત રહે છે, અને તેને પેશન્ટની છાતી પર લગાવેલી વાયર દ્વારા ચાર્જ કરવામાં આવે છે. આ બેટરી ચાર કલાક ચાલે છે અને બેટરી ખૂટી જતાં પહેલા પેશન્ટને ઍલર્ટ મોકલે છે, જેથી બેટરીને ફરી ચાર્જ કરી શકાય. આ હાર્ટને ઋઉઅ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) દ્વારા પણ ટેસ્ટ કરવામાં આવ્યું છે.