For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અબુધાબીમાં મહંત સ્વામીનું અરબી સ્વાગત

05:52 PM Feb 06, 2024 IST | Bhumika
અબુધાબીમાં મહંત સ્વામીનું અરબી સ્વાગત

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના વડા મહંત સ્વામી મહારાજ અબુ ધાબી પહોંચ્યા હતા. બીએપીએસ સંસ્થાએ જણાવ્યું હતું કે મહંત સ્વામી મહારાજ સ્ટેટ ગેસ્ટ તરીકે અબુ ધાબી પહોંચ્યા હતા. તેઓ યુએઇના પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ધાટન કરશે. અરબી શૈલીમાં તેમનું અહી સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કરાશે. બીએપીએસ સંસ્થાનું મંદિર યુએઇનું સૌથી મોટું મંદિર હશે. આ મંદિર ખૂબ જ સુંદર છે અને પથ્થરોમાંથી બનેલા આ મંદિર પર ખૂબ જ સારી કોતરણી પણ કરવામાં આવી છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14મી ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે, જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક ગુરુ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ મંદિર 18 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. હાલમાં જ આ મંદિરની તસવીરો સામે આવી છે જે ખૂબ જ સુંદર છે.

મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે, જેમાં 40 હજાર ક્યુબિક મીટર માર્બલ અને 180 હજાર ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે. આ મંદિર બનાવવા માટે વૈદિક સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં પ્રવેશતા જ સૌ પ્રથમ ધ્યાન આકર્ષિત કરે છે તે સાત અમીરાતની રેતીમાંથી બનાવેલ પ્રભાવશાળી ટેકરાની રચના છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement