ભારત-પાકિસ્તાન સિવાય ચેમ્પિયન ટ્રોફી માટે 6 દેશોની ટીમ જાહેર
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આ વખતે પાકિસ્તાનની મેજબાનીમાં થશે. ટુર્નામેંટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ચાલશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો રમશે, જે હેઠળ અત્યાર સુધી સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સહિત 6 દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. જ્યારે ભારિયત ટીમ અને પાકિસ્તાનની ટીમની હજુ રાહ જોવાઈ રહી છે.
સાઉથ આફ્રિકાની ટીમના હેડ કોચ રોબ વોલ્ટરે 15 માણસોની ટુકડીની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકાની કેપ્ટનશીપ ટેમ્બા બાવુમા કરશે. સાઉથ આફ્રીકાએ મુખ્ય રૂૂપે તે જ કોર કોર ગ્રુપને જાળવી રાખ્યું છે, જેને તેને વનડે વર્લ્ડ કપ 2023માં સેમિફાઇનલ સુધી પહોંચાડી હતી.
ગ્રુપ એ: બાંગ્લાદેશની ટીમ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્ય સરકાર, તનજીદ હસન, તૌહીદ હૃદય, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, ઝાકર અલી અનિક, મહેદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કિન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન ઇમોન, નસુમ અહેમદ, તનઝીમ હસન સાકિબ, નાહિદ રાણા.
ન્યુઝીલેન્ડની ટીમ: મિચેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિશેલ, વિલ ઓરોર્ક, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, બેન સીઅર્સ, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ.
ગ્રુપ-બી: સાઉથ આફ્રિકા ટીમ: ટેમ્બા બાવુમા(કેપ્ટન), ટોની ડી જોર્જી, માર્કો જાનસેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડેન માર્કરમ, ડેવિડ મિલર, વિયાન મૂલ્ડર, લુંગી એનગિડી, એનરીક નોર્કીયા, કગીસો રબાડા, રયાન રીકેલ્ટન, તબરેજ શમ્સી, ટ્રિસ્ટન સ્તબ્સ, રસ્સી વૈન ડર ડૂસેન.
અફઘાનિસ્તાનની ટીમ: હશમતુલ્લાહ શાહીદી(કેપ્ટન), ઈબ્રાહીમ જાદરાય, રહમાનુંલ્લાહ ગુરબાજ, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, ઇકરામ અલીખિલ, ગુલબદીન ઉમરતુલ્લા ઉમરજઇ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, એએમ ગઝનફર, નૂર અહમદ, ફઝલહક ફારુકી, ફરીદ મલિક, નવિદ જાડરાન.
ઇંગ્લિશ ટીમ: જોસ બટલર (કેપ્ટન), જોફરા આર્ચર, ગસ એટક્ધિસન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવર્ટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રાશિદ, જો રુટ, સાકીબ મહમૂદ, ફિલ સાલ્ટ, માર્ક વૂડ.
ઓસ્ટ્રેલિયા ટીમ: પેટ કમિન્સ(કેપ્ટન) એલેક્સ કેરી, નાથલ એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝળવુડ, ટ્રેવીસ હેડ, જોશ ઇંગલિશ, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એડમ જામ્પા.
દરેક 8 ટીમો પોતપોતાનાં ગ્રુપમાં 3-3 મુકાબલા રમશે. આ બાદ દરેક ગ્રુપની ટોપ-2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાઇડ થશે. પહેલી સેમિફાઇનલ દુબઈ જ્યારે બીજી સેમિફાઇનલ લાહોરમાં થશે. આ બાદ ફાઇનલ મુકાબલો રમાશે. એવામાં જો કોઈ ટીમ ફાઇનલ સુધી પહોંચે છે, તો તે ટુર્નામેન્ટમાં કુલ પાંચ મેચ રમશે.