ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તુર્કીયેમાં સરકાર વિરોધી દેખાવો: દેશભરમાં ઇન્ટરનેટ પ્રતિબંધ

06:02 PM Sep 09, 2025 IST | Bhumika
Advertisement

તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન પર મોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. એવા આરોપો છે કે રેસેપ તૈયપ એર્દોગન અને તેમની સરકાર દેશના મુખ્ય વિપક્ષી પક્ષ રિપબ્લિકન પીપલ્સ પાર્ટી (CHP)ને નબળા પાડવા માટે ન્યાયતંત્રનો ઉપયોગ કરી રહી છે.

Advertisement

આ બધાના મૂળમાં કોર્ટનો નિર્ણય છે, જેના કારણે ઈસ્તંબુલમાં મોટા પાયે વિરોધ શરૂૂ થયા છે. હવે પરિસ્થિતિ કાબુ બહાર થઈ રહી છે અને લગભગ સમગ્ર દેશમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અહેવાલો અનુસાર, તુર્કીયેમાં હોબાળો ત્યારે શરૂૂ થયો જ્યારે ઈસ્તંબુલની એક કોર્ટે ગત અઠવાડિયે શહેરમાં CHPની 2023ની જીતને રદ કરી દીધી. આ નિર્ણયમાં પાર્ટીની આંતરિક ચૂંટણીઓ દરમિયાન થયેલી અનિયમિતતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રતિનિધિઓની પસંદગીને પ્રભાવિત કરવા માટે પૈસા લેવાના આરોપોનો પણ સમાવેશ થાય છે. કોર્ટનો નિર્ણય મહત્ત્વપૂર્ણ છે કારણ કે ઈસ્તંબુલ તુર્કીયેનું સૌથી મોટું શહેર અને CHPનો ગઢ પણ છે. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં પાર્ટીનો વિજય રેસેપ તૈયપ એર્દોગનની પાર્ટી માટે ઝટકો હતો.

Tags :
TurkeyTurkey NEWSworldWorld News
Advertisement
Next Article
Advertisement