For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાક.માં ઇરાનની ફરી સર્જિકલ સ્ટ્રાઇક: જૈશના કમાન્ડરને માર્યો

11:33 AM Feb 24, 2024 IST | Bhumika
પાક માં ઇરાનની ફરી સર્જિકલ સ્ટ્રાઇક  જૈશના કમાન્ડરને માર્યો

પાકિસ્તાનની એવી હાલત થઇ ગઈ છે કે તે આતંકીઓને ઉછેરવામાં ફસાઈ ગયો છે. પાડોશી દેશો સાથે તેના સંબંધો બગડતાં જઈ રહ્યા છે. તેના પર ફરી એકવાર પાડોશી દેશના સૈન્યએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. માહિતી અનુસાર ઈરાની સૈન્ય દળોએ પાકિસ્તાની વિસ્તારમાં ઘૂસીને આતંકવાદી જૂથ જૈશ અલ અદલના કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્ષ અને તેના કેટલાક સહયોગીઓને મારી ઠાર કરી દીધાનો દાવો કર્યો છે.
આજે વહેલી સવારે ઈરાનના સરકારી મીડિયાના હવાલાથી આ માહિતી મળી હતી.

Advertisement

અગાઉ એક મહિના પહેલા પણ ઈરાને પાકિસ્તાની ક્ષેત્રમાં ઘૂસીને જૈશ અલ અદલના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને પણ ઈરાનના વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હતો.અહેવાલ મુજબ, જૈશ અલ અદલ એક સુન્ની ઉગ્રવાદી સંગઠન છે, જેની સ્થાપના 2012માં થઈ હતી. ઈરાને તેને આતંકવાદી જૂથ જાહેર કર્યું છે. આ સંગઠન ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનથી ઓપરેટ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જૈશ અલ-અદલે ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા હતા. ગત ડિસેમ્બરમાં, જૈશ અલ-અદલે સિસ્તાન-બલુચિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં ઓછામાં ઓછા 11 પોલીસ કર્મચારીઓના જીવ ગયા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement