ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમેરિકામાં વધુ એક ભારતીય છાત્ર ઉપર હુમલો

11:36 AM Feb 07, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે. તાજેતરનો મામલો શિકાગોનો છે જ્યાં એક ભારતીય વિદ્યાર્થી પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. પીડિત વિદ્યાર્થીની ઓળખ હૈદરાબાદના રહેવાસી સૈયદ મઝહિર અલી તરીકે થઈ છે. હુમલા બાદ શિકાગોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું છે કે તે પીડિત સૈયદ મઝહિર અલી તેમજ ભારતમાં તેમની પત્નીના સંપર્કમાં છે.

Advertisement

અમે ભારતમાં સૈયદ મઝાહિર અલી અને તેમની પત્ની સૈયદા રુકિયા ફાતિમા રઝવીના સંપર્કમાં છીએ અને તમામ શક્ય મદદની ખાતરી આપી છે, શિકાગોમાં ભારતીય કોન્સ્યુલેટે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું છે કે કોન્સ્યુલેટે સ્થાનિક અધિકારીઓનો પણ સંપર્ક કર્યો છે જેઓ મામલાની તપાસ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં અલી ભયાનક ઘટના વિશે માહિતી આપી રહ્યો છે તે વખતે ખૂબ લોહી વહી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ફરતો અન્ય એક વીડિયો જે ઘટનાના સીસીટીવી ફૂટેજ તરીકે દેખાય છે, જેમાં ત્રણ હુમલાખોરો શિકાગોની શેરીઓમાં અલીનો પીછો કરતા જોવા મળે છે.

Tags :
AmericaAmerica newsattackstudentworldWorld News
Advertisement
Advertisement