વધુ એક આફત: સુદાનમાં ભૂસ્ખલનથી આખું ગામ દટાયું; 1000થી વધુ લોકોનાં મોત
સાઇટ્રસના ઉત્પાદન માટે જાણીતા પ્રદેશ દારફૂટમાં ભારે વિનાશ
ગઇકાલે મોડી રાત્રે સુદાનના પશ્ચિમી દારફૂર ક્ષેત્રમા ભારે ભૂસ્ખલનમા 1,000 થી વધુ લોકો માર્યા ગયા છે, આ વિસ્તાર પર નિયંત્રણ રાખતા બળવાખોર જૂથે ભૂસ્ખલનની પુષ્ટી કરી હતી બળવાખોર જૂથે જણાવ્યું હતું કે ભૂસ્ખલનથી એક આખું પર્વતીય ગામ ધરાશાયી થયું છે અને ફક્ત એક જ બચી શક્યો છે.
સુદાન લિબરેશન મૂવમેન્ટ/આર્મી એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારે વરસાદના દિવસો પછી રવિવારે આ આપત્તિ આવી હતી, જેમાં મારા પર્વતોમાં આવેલા તારાસિન ગામને તબાહ કરવામાં આવ્યું હતું પ્રારંભિક માહિતી સૂચવે છે કે ગામના તમામ રહેવાસીઓના મૃત્યુ, અંદાજે એક હજારથી વધુ વ્યક્તિઓ, અને ફક્ત એક જ બચી ગયો જૂથે જણાવ્યું હતું મોટા અને વિનાશક ભૂસ્ખલનથી સાઇટ્રસ ઉત્પાદન માટે જાણીતા પ્રદેશનો એક ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો.
સુડાનમા પરિસ્થિતિ વધુ ભયાનક છે. સુડાન લિબરેશન મૂવમેન્ટ/આર્મીએ સોમવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે પશ્ચિમી સુડાનના મારા માઉન્ટેન્સ વિસ્તારમાં એક ગામ પર ભૂસ્ખલન થયું, જેમાં ઓછામાં ઓછા 1000 લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવતો બચ્યો છે.
ભૂસ્ખલનની ઘટના 31મી ઓગસ્ટે થઈ, જ્યારે સતત ઘણા દિવસો સુધી ભારે વરસાદ બાદ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થયું. સુડાનની સેનાનું કહેવું છે કે આખું ગામ માટીમાં દટાઈ ગયું છે અને હવે ત્યાં કંઈ જ બાકી નથી. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો બધા આની ચપેટમાં આવ્યા. આ વિસ્તાર દારફુર ક્ષેત્રમાં આવે છે, જે પહેલાથી જ સુડાની સેના અને રેપિડ સપોર્ટ ફોર્સીસ વચ્ચે ચાલી રહેલા ગૃહયુદ્ધથી પ્રભાવિત છે.