ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની આર્મી પર વધુ એક હુમલો: 12 જવાનોનાં મોત

11:20 AM May 08, 2025 IST | Bhumika
Advertisement

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની ગાડી પર હુમલાનો મામલો સામે આવ્યો છે. કહેવાય છે કે, બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાની ગાડી પર એટેક કર્યો છે. આ બ્લાસ્ટમાં 12 પાકિસ્તાની સૈનિકોના મૃત્યુ થયા છે. હાલમાં વધારે જાણકારીની રાહ જોવાઈ રહી છે.

Advertisement

આ અગાઉ પણ બીએલએએ પાકિસ્તાની સેનાના ટાર્ગેટ કરતા હુમલો કર્યો હતો. જેમાં કેટલાય પાકિસ્તાની સૈનિકોના મૃત્યુ થયા હતા. આ હુમલો કેચ જિલ્લાના કિલાગ વિસ્તારમાં થયો હતો. જ્યાં પાકિસ્તાની સેનાની ટીમને ટાર્ગેટ બનાવી હતી.

બલૂચિસ્તાનને લઈને પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી શાહિદ ખાકાન અબ્બાસીએ કહ્યું કે, બલૂચિસ્તાન એક બેલગામ ઘોડાની માફક છે, જેના પર હવે પાકિસ્તાનની કોઈ પકડ નથી રહી અને આ રાતના સમયે વધાર બેલગામ થઈ જાય છે.

બલૂચ લિબરેશન આર્મીના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ (જઝઘજ) એ બોલાનના માચ કુંડ વિસ્તારમાં રિમોટ-કંટ્રોલ્ડ ઈંઊઉ વડે એક મોટો વિસ્ફોટ કર્યો. આ વિસ્ફોટ દ્વારા તેઓએ પાકિસ્તાની સેનાના વાહનને નિશાન બનાવ્યું, જેમાં 12 સૈનિકોના મૃત્યુ થયા. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે સૈનિકો લશ્કરી કાર્યવાહી માટે જઈ રહ્યા હતા.

પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલુચિસ્તાનના કાચી જિલ્લાના માચ વિસ્તારમાં સુરક્ષા દળોના વાહન પર ઈંઊઉ થી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો મંગળવારે કરવામાં આવ્યો હતો. પરંતુ હુમલાના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. ફૂટેજમાં જોવા મળે છે કે વિસ્ફોટ પછી, વાહનમાં સવાર સૈનિકો હવામાં ઘણા મીટર ઉડી ગયા હતા. સૈનિકોના પણ ટુકડા થઈ ગયા.

Tags :
BalochistanBalochistan newsindiaindia newsindia Operation SindoorOperation Sindoorpakistanpakistan newsPakistani Army
Advertisement
Next Article
Advertisement