For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત પર ભડાસ, ચીન પર હેત: ટેરિફ સમય સીમા 90 દિવસ લંબાવી

11:16 AM Aug 12, 2025 IST | Bhumika
ભારત પર ભડાસ  ચીન પર હેત  ટેરિફ સમય સીમા 90 દિવસ લંબાવી

અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવ 2018થી ચાલી રહ્યા છે. આ વિવાદ બંને દેશો વચ્ચેના વેપાર સંતુલન, ટેકનોલોજી ટ્રાન્સફર અને ઔદ્યોગિક નીતિઓમાં મૂળ ધરાવે છે. એપ્રિલમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની વસ્તુઓ પર 145 ટકા ટેરિફ વધાર્યો, જેનો જવાબ ચીને અમેરિકાની આયાત પર 125% ટેરિફ લગાવ્યો હતો. આનાથી એવી પરિસ્થિતિ ઊભી થઈ કે બંને દેશોનું અર્થતંત્ર દબાણ હેઠળ આવી ગયું હતું. જૂનમાં જીનીવામાં વાટાઘાટો અને લંડનમાં બેઠકો પછી બંને પક્ષો ટેરિફને અસ્થાયી રૂૂપે ઘટાડવા સંમત થયા. જો કે, આ રાહત અલ્પજીવી સાબિત થઈ, કારણ કે ઓગસ્ટમાં ફરીથી ઊંચા ટેરિફ લાદવાની સમયમર્યાદા નજીક આવી રહી હતી.

Advertisement

અહેવાલ અનુસાર, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફની સમયમર્યાદા 90 દિવસ લંબાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે પત્રકારોના પ્રશ્નો ટાળ્યાના થોડા કલાકો પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ટ્રમ્પને પૂછ્યું હતું કે પશું તેઓ 12 ઓગસ્ટની સમયમર્યાદા લંબાવશે? જવાબમાં ટ્રમ્પે કહ્યું, અમે જોઈશું કે શું થાય છે. આ સૂચવે છે કે વોશિંગ્ટન અને બેઈજિંગ વચ્ચે વાતચીત હજુ પણ ચાલુ છે અને બંને પક્ષો કાયમી ઉકેલ શોધી રહ્યા છે.

હાલમાં ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર 30 ટકા ટેરિફ લાદવામાં આવે છે, જેમાં 10 ટકા બેઝ રેટ અને વધારાના 20 ટકા ફેન્ટાનાઇલ-સંબંધિત ટેરિફનો સમાવેશ થાય છે. આ ટેરિફ ફેબ્રુઆરી અને માર્ચમાં અમેરિકા દ્વારા લાદવામાં આવ્યા હતા. બીજી તરફ, ચીને અમેરિકા આયાત પરનો દર ઘટાડીને 10 ટકા કર્યો છે. નિષ્ણાતો માને છે કે ટેરિફ વિસ્તરણ ફક્ત બંને દેશોના GDP પર અસર કરશે નહીં, પરંતુ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા પણ વધારશે. રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવશે, જ્યારે આયાત-નિકાસ પર નિર્ભર કંપનીઓના ખર્ચમાં વધારો થઈ શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement