નાઇટ ક્લબે એન્ટ્રી ન આપતા ઠંડીમાં ઠૂંઠવાઇ જવાથી ભારતીય યુવકનું મોત
અમેરિકામાં એક મૂળ ભારતીય યુવકનું મોત થયું છે. વાત જાણે એમ છે કે, ઇલિનોઇસ યુનિવર્સિટીમાં 18 વર્ષીય ભારતીય-અમેરિકન વિદ્યાર્થી અકુલ ધવન મિત્રો સાથે નાઇટ આઉટ દરમિયાન ક્લબ નજીક ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસે આ ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ અકુલ બી. ધવન મોડી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ ગુમ થયો હતો અને લગભગ 10 કલાક પછી યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ કેમ્પસની નજીક એક બિલ્ડિંગના વરંડામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જોકે કેમ્પસ પોલીસ તેના મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તેને ક્લબમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ધવનના માતા-પિતાનું માનવું હતું કે, બુસે-ઇવાન્સ રેસિડેન્સ હોલ પાસે કોઈ સર્ચ કરવામાં આવ્યું ન હતું અને યુનિવર્સિટી પોલીસે પ્રોટોકોલનું પાલન કર્યું ન હતું. અગઈંના અહેવાલ મુજબ તેમણે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો. એક પત્રમાં ધવનના માતા-પિતાએ જણાવ્યું હતું કે, માતાપિતા તરીકે, અમને જવાબ જોઈએ છે. અમે ઞઈં પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
31 જાન્યુઆરીના રોજ યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બના-ચેમ્પેને જણાવ્યું હતું કે, પોલીસ 20 જાન્યુઆરીએ યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બાના-ચેમ્પેનના વિદ્યાર્થી અકુલ ધવનના મૃત્યુની આસપાસના સંજોગોની તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, અત્યાર સુધી એકત્રિત કરવામાં આવેલી માહિતી સૂચવે છે કે, મૃત્યુ આકસ્મિક હતું અને તેમાં કોઈ અયોગ્ય રમત નથી. તેઓએ કહ્યું કે, ધવન 20 જાન્યુઆરીના રોજ સવારે 11:08 વાગ્યે (સ્થાનિક સમય) વેસ્ટ નેવાડા સ્ટ્રીટ, અર્બાનાના 1200 બ્લોકમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ધવન સાથે સંપર્ક તૂટી ગયેલા મિત્રએ પોલીસને સવારે 1:23 વાગ્યે (સ્થાનિક સમય) ફોન કર્યો હતો અને તપાસકર્તાઓએ તે કોલ પર પોલીસના પ્રતિભાવની સમયરેખા શેર કરી હતી.