રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એક સાથે દસ બ્રશથી ચિત્ર દોરે છે બેલારૂસનો આર્ટીસ્ટ

12:49 PM Dec 29, 2023 IST | Bhumika
Advertisement

બેલારુસના એક આર્ટિસ્ટે ચિત્ર દોરવા માટે ખાસ ટેક્નિક વિકસાવી છે. આ કલાકાર એકસાથે 10 બ્રશનો ઉપયોગ કરીને ચિત્ર દોરી શકે છે. તે દરેક આંગળીમાં બ્રશ ગોઠવીને ચિત્ર દોરે છે. સર્જ ફીલીંગરે એક કરતાં વધારે બ્રશનો ઉપયોગ કરતાં ચિત્ર દોરવાની ખાસ ટેક્નિક શોધી છે. આ વિશે વાત કરતાં તે જણાવે છે કે શરૂઆતમાં મેં આંગળીમાં ત્રણ બ્રશ ભરાવ્યાં હતાં, જે મને ઘણું અનુકૂળ લાગ્યું હતું.
એકસાથે દસ બ્રશનો ઉપયોગ કરીને ચિત્ર દોરતાં મારે ખાસ્સું મગજ દોડાવવું પડે છે. તે જાતે જ ચિત્ર દોરવાની કળા શીખ્યો છે અને ઑઇલ પેઇન્ટિંગ કરવા માટે એક કરતાં વધારે બ્રશનો ઉપયોગ કરવાનો પ્રયોગ કર્યો. તેણે ચિત્ર દોરવાની પોતાની આ ટેક્નિક જર્મની, ઇટલી અને પોલેન્ડમાં પણ રજૂ કરી છે.

Advertisement

Tags :
An artist from Belarus paintsatbrushesoncetenwith
Advertisement
Next Article
Advertisement