અમેરિકા મોદીને હરાવવા માગતું હતું: પૂર્વ અધિકારીના દાવાથી ખળભળાટ
અમેરિકાના વિદેશ વિભાગના ભૂતપૂર્વ અધિકારી માઈક બેન્ઝએ આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ ભારતની આંતરિક રાજનીતિમાં દરમિયાનગીરી કરી છે. આ ઉપરાંત અમેરિકાએ બાંગ્લાદેશની રાજનીતિમાં પણ વ્યાપક પ્રમાણમાં દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે અમેરિકાએ મીડિયા પ્રભાવ, સોશિયલ મીડિયા સેન્સરશિપ અને વિપક્ષના આંદોલનોને આર્થિક સહાયતાના માધ્યમથી ભારતની રાજનીતિને પ્રભાવિત કરવાનો ભરપૂર પ્રયત્ન કર્યો છે.
બેન્ઝનો આરોપ છે કે અમેરિકાની સરકાર સાથે સંકળાયેલી સંસ્થાઓએ લોકશાહીને પ્રોત્સાહન આપવાની આડમાં ચૂંટણીને પ્રભાવિત કરવાનો, સરકારોને અસ્થિર કરવાનો તથા તેમની વિચારણધારા-તેમને અનુરૂૂપ સરકારની રચવા કરવાનો ભરપૂર પ્રયત્ન કર્યો હતો.
USAID જેવી સંસ્થાઓએ ભારતની વર્ષ 2019ની લોકસભા ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ સંસ્થાએ ફન્ડિંગ મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે ચૂંટણી નેરેટિવ તૈયાર કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરતા આ માહિતી આપી છે.
બેન્ઝે આ સાથે એવો પણ દાવો કર્યો છે કે અમેરિકાના વિદેશ વિભાગે ફેસબૂક, વ્હોટ્સએપ, યુટ્યુબ અને ટ્વિટર જેવી મોટી ટેક કંપનીઓ પર પ્રભાવ પાડવા મોદી સમર્થક ક્ધટેન્ટને અટકાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી,2019માં વ્હોટ્સએપે મેસેજીંગ ફોરવર્ડિંગની મર્યાદા લાગૂ કરી હતી.
આ ઉપરાંત બેન્ઝનો આરોપ છે કે USAID સાથે સંકળાયેલ સંગઠનો સહિત અનેક અન્ય સંગઠનોએ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરી રહેલા અગ્રણી મીડિયા અને ડિજિટલ ફોરેન્સિક ગ્રુપ સાથે મળી એવા અહેવાલો તૈયાર કર્યો કે જેથી ભારતે ખોટી અને ઉપજાવી કાઢવામાં આવેલી માહિતીના ગંભીર સંકટમાંથી પસાર થવાની નોબત આવી હતી.