For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકા ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો જારી કરશે

11:08 AM Oct 04, 2025 IST | Bhumika
અમેરિકા ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો જારી કરશે

આઝાદીની 250મી વર્ષગાંઠ નિમિત્તે આયોજન

Advertisement

અમેરિકન નાણાં મંત્રાલય 2026માં અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠ ઉજવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો બનાવવા પર વિચાર કરી રહ્યું છે. મંત્રાલયે શુક્રવારે આ વિશે જાણકારી આપી હતી. સંભવિત ડિઝાઇનની તસવીરોમાં ડોનાલ્ડ ટ્રમ્પને મુઠ્ઠી ઉપરની તરફ ઉઠાવતા દર્શાવાયા છે, જેની સાથે લખ્યું છે‘fight, fight, fight’ આ એ જ નારો છે જે તેમણે ગત વર્ષે પોતાની હત્યાના પ્રયાસની તુરંત બાદ આપ્યો હતો.

સિક્કાની બીજી બાજું ટ્રમ્પનો પ્રોફાઇલ ફોટો છે, જેના ઉપર liberty અને નીચે 1776-2026 લખેલું છે. આ તસવીર નાણાં સચિવ બ્રૈંડન બીચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement