For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત સહિતના દેશોના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાએ 25% ઇમ્પોર્ટ ડ્યૂટી ઝીંકી દીધી

11:18 AM Mar 13, 2025 IST | Bhumika
ભારત સહિતના દેશોના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાએ 25  ઇમ્પોર્ટ ડ્યૂટી ઝીંકી દીધી

કેનેડા-યુરોપે વળતો ટેક્સ નાખ્યો; ભારતે પોતાને અસર નહીં થાય કહી હાથ ખંખેર્યા

Advertisement

અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ આજે બુધવારથી લાગુ કરવામાં આવી છે. ઊંચા ટેરિફને કારણે શેરબજારમાં કડાકો અને આર્થિક મંદીના ભય વચ્ચે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે નવી ટેરિફ સિસ્ટમ અમેરિકન ફેક્ટરીઓમાં રોજગારની તકો ઊભી કરવામાં મદદ કરશે. આ દરમિયાન, ભારતના સ્ટીલ સચિવ સંદીપ પૌંડ્રિકે જણાવ્યું હતું કે, અમેરિકામાં આયાત ડ્યુટીમાં વધારાથી ભારતીય ઉદ્યોગ પર કોઈ મોટી અસર થવાની અપેક્ષા નથી, કારણ કે ભારત અમેરિકામાં 1,00,000 મેટ્રિક ટનથી ઓછું સ્ટીલ નિકાસ કરે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્ટીલ આયાત પર ટેરિફમાં 2018થી અપાતી તમામ છૂટને હટાવી દીધી છે. આ સાથે એલ્યુમિનિયમની આયાત પર પણ 10 ટકા ટેરિફ વધાર્યું છે. ટ્રમ્પ સરકારે કેનેડા, મેક્સિકો અને ચીન પર અલગ-અલગ ટેરિફ લગાવ્યો છે. આ સાથે 2 એપ્રિલથી યુરોપીયન સંઘ, બ્રાજિલ અને દક્ષિણ કોરિયાથી થતી આયાતો પર પણ પારસ્પરિક દરો લગાવવાની યોજના બનાવી છે. કેનેડા અમેરિકાને સ્ટીલ અને એલ્યુમિનિયમ સૌથી મોટી નિકાસ કરનારો દેશ છે. તેના બદલામાં ગુરુવારથી અમલમાં આવતા યુએસથી 20.7 બિલિયન ડોલરની કિંમની આયાત પર ટેરિફ લાદવાની યોજના બનાવી છે.

Advertisement

કેનેડાના નવા ટેરિફ ફક્ત યુએસ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર જ નહીં, પરંતુ 9.9 બિલિયન ડોલરની કિંમતના કોમ્પ્યુટર, રમતગમતના સાધનો અને વોટર હીટર સહિત અન્ય માલ પર પણ લાગુ પડશે. કેનેડાના નાણામંત્રી ડોમિનિક લેબ્લાન્કે જણાવ્યું હતું કે, જ્યારે અમારા સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉદ્યોગોને અયોગ્ય રીતે નિશાન બનાવવામાં આવશે ત્યારે અમે ચૂપ રહીશું નહીં. કેનેડાના નવા ટેરિફ 20.8 બિલિયન ડોલરની યુએસ આયાત પર પહેલાથી જ લાદવામાં આવેલી 25 ટકા ડ્યુટી ઉપરાંત છે.

જ્યારે યુરોપીયન સંઘે પણ જવાબી કાર્યવાહીની ઘોષણ કરી છે. યુરોપીયન આયોગના આધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે, અમેરિકા 28 અરલ ડોલરના ટેરિફ લગાવી રહ્યું છે, ત્યારે અમે 26 અરબ યુરોની જવાબી ઉપાય કરી રહ્યા છે. 1 એપ્રિલથી પ્રભાવી થનારો આ ઉપાય માત્ર હોસ્પિટલ અને એલ્યુમિનિયમ ઉત્પાદકો પર નહીં, પરંતુ કપડાં, ઘરેલુ ઉપકરણ અને કૃષિ સંબંધિત વસ્તુઓ પર પણ લાગુ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement