અમેરિકા 50 વર્ષ પછી ચંદ્ર પર, ચંદ્રયાન નજીક ઉતરાણ
- ખાનગી મિશન ઓડિસિયસ નાસાના સમર્થનથી સફળ: જાન્યુઆરીમાં આવો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો
અમેરિકા ફરી એક વખત ચંદ્ર પર પહોચ્યું છે. 50 વર્ષ બાદ એક અમેરિકન અવકાશ યાન ચંદ્ર પર ઉતર્યું છે. 1972માં અપોલો મિશન બાદ અમેરિકામાં બનેલું કોઇ અવકાશ યાન ચંદ્ર પર ઉતર્યું છે. ચંદ્ર પર ઉતરનારા અવકાશ યાનનું નામ ઓડીસિયસ એટલે કે ઓડી છે. આ છ પગ ધરાવતું એક રોબોટ લેન્ડર છે જે ભારતીય સમય અનુસાર શુક્રવાર સવારે 4.30 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે માલાપર્ટ એ નામના ક્રેટરમાં ઉતર્યું છે. ચંદ્રનો દક્ષિણ ધ્રુવ તે ભાગ છે જેના નજીક ભારતનું ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર ઉતર્યું હતું.
લેન્ડિંગ બાદ સિગ્નલની પૃષ્ટી મળતા જ મિશનના ડાયરેક્ટર ડો. ટિમ ક્રેને કહ્યું, નહ્યૂસ્ટન, ઓડીસિયસને પોતાનું નવું ઘર મળી ગયું છે. નાસાના સહયોગથી તેને એક પ્રાઇવેટ કંપનીએ બનાવ્યું છે. ઇંટુએટિવ મશીન્સના સીઇઓ સ્ટીવ અલ્ટેમસે કહ્યું, મને ખબર છે કે આ એક મુશ્કેલ હતું પરંતુ અમે સપાટી પર છીએ, અમે ટ્રાન્સમિટ કરી રહ્યાં છીએ, ચંદ્ર પર તમારૂૂ સ્વાગત છે. આ પુરૂૂ મિશન એક પ્રાઇવેટ કંપનીનું છે પરંતુ નાસાએ પોતાના વૈજ્ઞાનિક ઉપકરણ અને ટેકનોલોજીને ચંદ્ર પર લઇ જવા માટે તેને ફંડ આપ્યું હતું. આ લેન્ડર સાથે મોકલવામાં આવેલા નાસાના પેલોડ ચંદ્રની સપાટીની સાથે અવકાશ હવામાન, રેડિયો ખગોળ વિજ્ઞાન અને ભવિષ્યના લેન્ડર માટે ચંદ્રનો ડેટા ભેગો કરશે. નાસાનું લક્ષ્ય છે કે એક વખત ફરી માણસને ચંદ્ર પર મોકલવામાં આવે. આ હિસાબથી આ મિશન ઘણો મહત્ત્વપૂર્ણ છે. જોકે, ઓડીસિયસના એક મહિના પહેલા એક અન્ય પ્રાઇવેટ કંપનીનું મિશન ફેલ થઇ ગયું હતું.
અમેરિકાની એસ્ટ્રોબોટિક ટેકનોલોજીએ જાન્યુઆરીમાં પેરેગ્રીન લેન્ડર સાથે ચંદ્ર પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોન્ચિંગના કેટલાક સમય બાદ તેમાં લીકની સમસ્યા જોવા મળી હતી. બાદમાં આ અવકાશ યાન ધરતીની કક્ષામાં પરત ફર્યું હતું અને સળગી ગયું હતું. આ પહેલા જાપાન પણ ચંદ્ર પર લેન્ડિંગ કરી ચુક્યુ છે. જાન્યુઆરી 2024માં જાપાન સફળ પિનપોઇન્ટ લેન્ડિંગ કરાવવામાં સફળ રહ્યું હતું. ગત વર્ષે ઓગસ્ટમાં ભારતનું ચંદ્રયાન-3 મિશન પણ ચંદ્ર પર ઉતરવામાં સફળ રહ્યું હતું. ઓડીસિયસ 15 ફેબ્રુઆરીએ ફ્લોરિડામાં લોન્ચ થયું હતું અને હાઇ સ્પીડથી ચંદ્ર પર પહોચ્યું છે.
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા મંગળ પર એક વર્ષ વિતાવવા માટે ચાર લોકોની શોધ કરી રહી છે. એજન્સીનું કહેવું છે કે આ માટે પૃથ્વી પર એક ખાસ જગ્યા બનાવવામાં આવી છે, જ્યાં મંગળ જેવું વાતાવરણ બનાવવામાં આવ્યું છે. તેનું નામ માર્સ ડ્યુન આલ્ફા રાખવામાં આવ્યું છે. નાસા દ્વારા પસંદ કરવામાં આવેલા લોકો 1700 ચોરસ ફૂટના રહેઠાણમાં રહેશે અને મંગળ મિશનના પડકારોનો સામનો કરશે. નાસા આ વર્ષ સુધી ચાલનારા મિશન દરમિયાન આ લોકો પર સતત નજર રાખશે, જેમાં સંસાધન મર્યાદાઓ, ઉપકરણોની નિષ્ફળતા, સંદેશાવ્યવહારમાં વિલંબ અને પર્યાવરણીય તણાવનો સમાવેશ થાય છે.
આમાં લોકોને સ્પેસવોક, રોબોટ ઓપરેશન, હાઉસિંગ મેન્ટેનન્સ, એક્સરસાઇઝ અને ફાર્મિંગ પણ કરવું પડશે. આ નોંધપાત્ર કાર્ય માટે પસંદ કરાયેલા લોકોને તેમના સમય માટે ઉચ્ચ પગાર પણ મળશે. જો કે નાસાએ હજુ સુધી આ પગારનો ખુલાસો કર્યો નથી.
મિશન પ્રબંધકોનું ધ્યાન યોગ્ય ઉમેદવારોને શોધવાનું છે. નાસાએ આ માટે અરજી કરનાર વ્યક્તિ પાસેથી એન્જિનિયરિંગ, ગણિત અથવા જૈવિક, ભૌતિક અથવા કમ્પ્યુટર વિજ્ઞાનમાં યુનિવર્સિટીની ડિગ્રી ફરજિયાત છે. અરજદાર તંદુરસ્ત હોવો જોઇએ અને ધૂમ્રપાન ન કરતો હોવો જોઇએ. તેની ઉંમર 30થી 55 વર્ષની વચ્ચે હોવી જોઇએ અને તે યુનાઇટેડ સ્ટેટ્સનો કાયમી રહેવાસી હોવો જોઇએ.એજન્સીએ જણાવ્યું હતું કે, અરજદારોએ 2 એપ્રિલ પહેલા તેમની અરજીઓ મોકલવી પડશે. પસંદ કરેલા લોકોને પહેલા તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ તેઓ આ વર્ષે ઓગસ્ટમાં આ અભિયાન માટે રવાના થશે.
મંગળ પર વિતાવો એક વર્ષ ને કરો તગડી કમાણી: નાસાની ઓફર
અવકાશમાં જવાનું અને રહેવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. ફિલ્મોમાં સ્પેસની દુનિયા જેટલી સુંદર અને મનોરંજક દેખાય છે, તેટલી જ તે વાસ્તવિકતામાં પણ એટલી જ જોખમી છે. નાસા મંગળ પર મનુષ્યના રહેવા યોગ્ય વાતાવરણ અને પર્યાવરણની શોધ કરી રહ્યું છે. આ દરમિયાન સ્પેસ એજન્સીએ એક મજાનું કામ હાથ ધર્યું છે. તેને પૃથ્વી પર રહીને એક વર્ષ સુધી મંગળ જેવા વાતાવરણમાં રહેવું પડશે. જેમાં સ્પેસવોકથી લઇને ખેતીનો સમાવેશ થાય છે. નાસા આ કામ માટે લોકોને મોટો પગાર પણ આપશે.