ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમેરિકા આપણી સાથે રમત રમી રહ્યું છે! ઝેલેન્સકી સાથે જર્મન ચાન્સેલરની વાત લીક

06:07 PM Dec 05, 2025 IST | Bhumika
Advertisement

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝના એક લીક કોલથી જાણ થાય છે કે, યુરોપના નેતાઓમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને કેટલો અવિશ્વાસ છે. આ લીક કોલમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને ચેતવણી આપતા સાંભળી શકાય છે. આ કોલમાં મેર્ઝ કહે છે કે, આવનારા દિવસોમાં તમારે વધુ સતર્ક રહેવાની જરૂૂર છે, અમેરિકન રમત રમી રહ્યા છે, તમારી સાથે પણ અને અમારી સાથે પણ. નોંધનીય છે કે, જર્મન ચાન્સેલરનો આ લીક કોલ યુરોપથી લઈને અમેરિકા અને રશિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

લીક થયેલા કોલ અનુસાર, યુરોપિયન નેતાઓએ યુક્રેનમાં રશિયાનું યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકાના પ્રયાસો પર ઊંડો અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ખુલાસાથી પશ્ચિમી ગઠબંધનની અંદર વધતા તણાવ વિશે જાણ થાય છે. જર્મન ન્યૂઝ વીકલીએ કહ્યું કે, તેને સોમવારે યુક્રેનના પ્રમુખ વલોડિમિર ઝેલેન્સકી અને ઘણા યુરોપિયન દેશોના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે થયેલા કોન્ફરન્સ કોલની લેખિત નોટ્સ મળી છે. જેમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ કથિત રીતે સવાલ કર્યો કે, શું વોશિંગ્ટન મોસ્કો સાથે પોતાની બેક ચેનલ વાતચીતમાં કીવ (યુક્રેનની રાજધાની)ના હિતોની રક્ષા કરશે? અહેવાલો અનુસાર, ફ્રાન્સના પ્રમુખ મેક્રોને કોલ દરમિયાન ચેતવણી આપી હતી કે, ‘સુરક્ષા ગેરંટી અંગે સ્પષ્ટતા વિના અમેરિકા યુક્રેનને પ્રદેશ પર દગો આપે તેવી શક્યતા છે.’

Tags :
AmericaGerman ChancellorworldWorld NewsZelensky
Advertisement
Next Article
Advertisement