ભારત-પાક. યુધ્ધમાં અમેરિકાએ સીધી દખલ કરી હતી: રૂબિયો
ભારત સામેના ટેરિફ યુદ્ધ વચ્ચે, અમેરિકાએ વધુ એક મોટો દાવો કર્યો છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘યુદ્ધ’ શરૂૂ થયું ત્યારે અમેરિકા તેમાં સીધું સામેલ હતું.’ નોંધનીય છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લઈ રહ્યા છે. જ્યારે, ભારતે કોઈપણ ત્રીજા પક્ષની ભૂમિકાનો ઇનકાર કર્યો છે.
ગુરૂૂવારે એક ઈન્ટરવ્યુ દરમિયાન રુબિયોએ કહ્યું કે, ‘ટ્રમ્પ શાંતિ માટે પ્રતિબદ્ધ છે અને તેમને શાંતિના પ્રમુખ પણ કહેવાયા છે. જ્યારે અમે જોયું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું છે, ત્યારે અમે તેમાં સીધા સામેલ થયા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ સ્થાપવામાં સફળ રહ્યા.’
બ્રિટનમાં ગુરુદ્વારાને ક્લિનચીટ, કહ્યું - ખાલિસ્તાન સંબંધિત બેનરો લગાવવા નિયમ વિરુદ્ધ નથી આ સિવાય તેમણે કંબોડિયા અને થાઇલેન્ડ, અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચેના સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે 10 મેના દિવસે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, ભારત અને પાકિસ્તાને વોશિંગ્ટનની મધ્યસ્થતામાં રાત્રે લાંબી વાટાઘાટો બાદ પૂર્ણ અને તત્કાલ યુદ્ધવિરામ પર સંમતિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે અનેક પ્રસંગે એવો દાવો કર્યો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ તેમણે રોકાવ્યું. ગત રવિવારે પણ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આ યુદ્ધ વિરામનો શ્રેય લીધો હતો.