અમેરિકાના સંસદ ભવન પરિસરમાં તિરંગો ફરકાવતા ભાવનગરના અજયભાઇ શેઠ
હાલમા અમેરિકાના પ્રવાસે રહેલા આર.એસ.એસ, સેતુબંધ ગણેશ મહોત્સવ, જૈન જાગૃતિ સેન્ટર સહિત અનેક સામાજિક સંસ્થાઓ તથા સંગઠનો સાથે સંકળાયેલા વરિષ્ઠ અગ્રણી એવા ભાવનગરના અજયભાઈ શેઠ પરિવાર દ્વારા અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી ખાતે સંસદ ભવન પરિસર- યુએસ કેપિટલ તથા રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવાસ્થાન વ્હાઇટ હાઉસ પાસે ભારતના સ્વાતંત્ર પર્વની ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
બીજા એક કાર્યક્રમમાં સીએટલ ખાતે ઇન્ડિયા ડે અને આઝાદી ઉત્સવ અંતર્ગત ઉજવણીના એક કાર્યક્રમ માં અનેક મહાનુભાવો તથા સ્થાનિક ગવર્નર ની વિશેષ ઉપસ્થિતિમાં ટૂંકુ પ્રવચન આપતા ભાવનગરના અજયભાઈ શેઠ દ્વારા રાષ્ટ્રની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિવીરોની સાથે સરદારસિંહ રાણા ના યોગદાન ને યાદ કરીને ભાવાંજલિ અર્પણ કરી હતી.
બીજા એક અત્યંત ગૌરવપ્રદ કાર્યક્રમમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા સીએટલ દ્વારા પ્રથમ વખત જ ભારત દેશના આઝાદી પર્વની ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી તેમજ અહીં ના પ્રખ્યાત જાહેર સ્થળો ઉપર ત્રિરંગા રોશની નો ઝળહળાટ પ્રથમ વખત જ જોવા મળ્યો હતો સીએટલ ના ઐતિહાસિક વિશ્વવિખ્યાત ગ્રાઉન્ડ લેવલથી 605 ફૂટ ઊંચાઈ ધરાવતા સ્પેસ નીડલ ના ટોપ ઉપર પણ ખાસ કિસ્સામાં પ્રથમ વખત ત્રિરંગો લહેરાવાયો હતો.