દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે એરપોર્ટ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ ફ્લાઇટ થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહી હતી અને આ દરમિયાન વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી, તેને થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. વિમાનમાં 156 મુસાફરો સવાર હતા.
એક અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે ફ્લાઇટ નંબર ai 379 એરપોર્ટ પર ઉતર્યા પછી તેમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ફ્લાઇટ ટ્રેકર Flightradar24 અનુસાર, વિમાન શુક્રવારે સવારે 9:30 વાગ્યે ફુકેટ એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી પરંતુ બોમ્બની ધમકી મળ્યા બાદ, તે આંદામાન સમુદ્રની આસપાસ ફર્યું અને થાઇ ટાપુ પર પાછું ઉતર્યું.
નોંધનીય છે કે ગુરુવારે જ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું અને તેમાં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયા છે.