ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આલ્બેનિયામાં વિપક્ષના આક્ષેપથી AI મંત્રી નારાજ

06:05 PM Sep 20, 2025 IST | Bhumika
Advertisement

સંસદને પ્રથમ વખત સંબોધી ડાયેલાએ કહ્યું, હું લોકોની મદદ માટે છું, માનવીને રિપ્લેશ કરવા નથી આવી

Advertisement

આલ્બેનિયા સરકારની એઆઈ મંત્રી ડાયેલાએ આજે પ્રથમ વખત સંસદને સંબોધી હતી. સંસદને સંબોધિત કરતાં કહ્યું કે, વિપક્ષ મારી નિમણૂકને વારંવાર ગેરબંધારણીય ગણાવી રહ્યા છે. વિપક્ષના આ આરોપોથી હું દુ:ખી છું. હું માત્ર લોકોની મદદ માટે છું. મારો હેતુ માનવીને રિપ્લેસ કરવાનો નથી. હું કોઈનું પણ સ્થાન લેવા માગતી નથી. અલ્બેનિયમ ભાષામાં ડાયેલાનો અર્થ સૂરજ થાય છે. આલ્બેનિયાની પારંપારિક વેશભૂષામાં મહિલા રૂૂપે તૈયાર કરવામાં આવ્યા છે. તેનો અવાજ અને ચહેરો આલ્બેનિયાની અભિનેત્રી અનિલા બિશાથી પ્રેરિત છે.

આલ્બેનિયાના વડાપ્રધાન એદી રામાએ 12 સપ્ટેમ્બરના રોજ પોતાની ચોથી કેબિનેટ બેઠકમાં ડાયેલાને જાહેર ખરીદ મંત્રાલયના મંત્રી તરીકે પસંદ કર્યા હતાં. જેની જાહેરાત તિરાનાની સંસદમાં થઈ હતી. આલ્બેનિયા યુરોપિયન સંઘમાં સામેલ થવાની પ્રક્રિયામાં છે, પરંતુ તેને ભ્રષ્ટાચારનો સૌથી મોટો પડકાર નડી રહ્યો છે. ડાયેલાની પસંદગી સરકારી ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે થઈ છે.
એઆઇ મંત્રી ડિએલાને ભ્રષ્ટાચાર રોકવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આલ્બેનિયાના વડાપ્રધાને કહ્યું છે કે એઆઇ મંત્રી પબ્લિક ફંડિંગ પ્રોજેક્ટ્સ તથા સરકારી ટેન્ડરો પર નજર રાખશે. તેમનો વાયદો છે કે એઆઇની મદદથી ટેન્ડરમાં 100 ટકા ભ્રષ્ટાચાર નાબૂદી કરવામાં આવશે. નોંધનીય છે કે 2025ની શરૂૂઆતમાં જ ય-અહબફક્ષશફ નામના સરકારી ડિજિટલ પ્લેટફોર્મ પર ડિએલાને લોન્ચ કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ પર તેઓ પારંપરિક પોશાકમાં લોકોને વેબસાઈટનો ઉપયોગ કેમ કરવો તેની માહિતી આપતી હતી.

આલ્બેનિયા સરકારની એઆઈ મંત્રી ડાયેલાએ પ્રથમ વખત સંસદને સંબોધિત કરતાં કહ્યું કે, વિપક્ષ મારી નિમણૂકને વારંવાર ગેરબંધારણીય ગણાવી રહ્યા છે. વિપક્ષના આ આરોપોથી હું દુ:ખી છું. આલ્બેનિયાએ વિશ્વના પ્રથમ એઆઈ મંત્રીની નિમણૂક કરી છે. જેમનું નામ ડાયેલા છે. તે એક રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે. આલ્બેનિયાની નેશનલ એજન્સી ફોર ઈન્ફોર્મેશન સોસાયટીએ માઈક્રોસોફ્ટના સહયોગથી એઆઈ મંત્રી વિકસિત કર્યા છે.

પાર્ટીએ જણાવ્યું હતું કે આ એઆઇ પાર્ટીના સભ્યોની રાજકીય પ્રવૃત્તિઓને સીધી રીતે નિયંત્રિત કરશે નહીં. તેની ભૂમિકા મુખ્યત્વે નિર્ણય લેવા અને ડેટા-આધારિત નિર્ણયોમાં રહેશે. આનાથી પાર્ટી વધુ ન્યાયી અને પારદર્શક નીતિઓ ઘડી શકશે તેવી અપેક્ષા છે. પાથ ટુ રિબર્થ પાર્ટીએ સૌપ્રથમ 2024 ટોક્યો ગવર્નરની ચૂંટણીમાં ઓનલાઈન પ્રચાર દ્વારા ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ આ હોવા છતાં, પાર્ટી કોઈપણ બેઠક જીતી શકી નથી. ટોક્યો વિધાનસભાની ચૂંટણીમાં તેના તમામ 42 ઉમેદવારો હારી ગયા હતા, અને ઉપલા ગૃહની ચૂંટણીમાં તેના 10 ઉમેદવારો નિષ્ફળ ગયા હતા.

જાપાનમાં પક્ષના નેતાપદે AI હશે
જાપાની રાજકારણમાં એક અનોખો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ‘પાથ ટુ રિબર્થ’ પાર્ટીએ જાહેરાત કરી છે કે તે તેના માનવ નેતાને બદલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને પાર્ટીના નવા નેતા તરીકે નિયુક્ત કરશે. આ નિર્ણય વિશ્વભરમાં રાજકારણમાં એઆઇના વધતા પ્રભાવને પ્રતિબિંબિત કરે છે. આ વર્ષની ઉચ્ચ ગૃહની ચૂંટણીમાં નબળા દેખાવ બાદ, પાર્ટીના સ્થાપક અને ભૂતપૂર્વ મેયર, શિંજી ઇશિમારુએ રાજીનામું આપ્યું હતું.

Tags :
AI ministerAlbaniaAlbania newsworldWorld News
Advertisement
Next Article
Advertisement