For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચીનમાં વાળ ધોવાનું AI મશીન લોન્ચ

10:48 AM May 06, 2025 IST | Bhumika
ચીનમાં વાળ ધોવાનું ai મશીન લોન્ચ

13 મિનિટમાં વાળ ધોવાઈને ડ્રાય થઈ જાય

Advertisement

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI ) હવે દરેક ક્ષેત્રમાં કામે લાગી રહી છે. જોકે આ ક્રાન્તિ હેર સેલોંમાં પણ આવી ગઈ છે. ચીનના ગુઆન્ગઝોઉ પ્રાંતમાં ઠેર-ઠેર અઈં સંચાલિત શેમ્પૂ મશીન આવી ગયાં છે. આ ઇનોવેટિવ મશીન્સ ઇન્ફ્રારેડ સેન્સર્સ દ્વારા કામ કરે છે. તમારા વાળ સીધા, વાંકડિયા, ઑઇલી, ડ્રાય કે પછી જાડા કે પાતળા છે એ બધું જ આ ઇન્ફ્રારેડ સેન્સર્સ તપાસે છે.વાળના તાળવામાં કોઈ તકલીફ છે કે નહીં એનું ચેકિંગ પણ કરે છે અને એ મુજબ કેવું શેમ્પૂ વાપરવું અને કેટલા સમય માટે એનાથી વાળ ધોવા એ પણ મશીન જાતે જ સેટ કરે છે. શરૂૂઆત થઈ ત્યારે આ રીતે વાળ ધોવાના લગભગ દસ યુઆન એટલે કે આશરે 150 રૂૂપિયા જ થતા હતા, પરંતુ હવે એની પોપ્યુલરિટી વધી ગઈ છે અને એ માટે બુકિંગ પણ કરાવવું પડે એમ હોવાથી 225 રૂૂપિયાનો ખર્ચ થાય છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement