For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

AI ઈફેકટ, અમેરિકામાં 11 લાખ નોકરીઓ સાફ

05:44 PM Nov 08, 2025 IST | admin
ai ઈફેકટ  અમેરિકામાં 11 લાખ નોકરીઓ સાફ

Advertisement

આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે હાહાકાર મચ્યો છે. રિપોર્ટ મુજબ અહીં માત્ર ઓક્ટોબર મહિનામાં 1.5 લાખ લોકોએ નોકરી ગુમાવી છે, ત્યારે વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ 11 લાખ લોકોની નોકરી પર કાતર ફરી ગઈ છે. એવી પણ વિગતો સામે આવી છે કે, આ સમસ્યા માત્ર અમેરિકા પુરતી નથી, તે વિશ્વભર સુધી પહોંચવાની છે.

મંદીની આશંકા વચ્ચે અમેરિકન અર્થતંત્રમાં રોજગાર સંકટ વધ્યું છે. માત્ર ઓક્ટોબર 2025માં જ લગભગ 1.53 લાખ લોકોએ નોકરી ગુમાવી છે, જે છેલ્લા 20 વર્ષમાં કોઈ પણ ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં લગભગ 11 લાખ નોકરીઓ પર કાતર ફરી વળી છે, જે ગયા વર્ષની સરખામણીએ 65% વધુ છે. ટેકનોલોજી, રિટેલ, સર્વિસ, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ જેવા અનેક ઉદ્યોગો આ છટણીની લપેટમાં છે. કંપનીઓ વધતા ખર્ચ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે છટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. છટણીનું મુખ્ય કારણ એઆઈ છે, કારણ કે કંપનીઓમાં અનેક કામ એઆઈ કરી રહ્યું છે, જેના કારણે નોકરીઓમાં ઘટાડો થયો છે. ઘણાં કામ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની ટેકનોલોજી વિકસી રહી છે તેમ તેમ સરળ બન્યાં છે. ઈન્ટરનેટ સર્ચની મેથડ બદલાઈ ગઈ છે. ફોટો ક્રિએટ કરવાનું આસાન બન્યું છે. એઆઈના કારણે કોઈ સામગ્રી લખવી હોય તો એ આસાન બને છે.

Advertisement

એઆઈની અસર એજ્યુકેશનથી લઈને મેડિકલ સુધી, કોડિંગથી લઈને ક્રિએટિવ રાઈટિંગ સુધી વર્તાવા માંડી છે. એઆઈની એ બધા વચ્ચે આ વર્ષે જે સેક્ટર્સ પર સર્વાધિક અસર થઈ છે અને નોકરીઓને ફટકો પડયો છે.
ચેટબોટ્સના કારણે 24 કલાક સુધી કસ્ટમર્સ સાથે કનેક્ટ રહેવાનું સરળ બન્યું છે. અનેક કંપનીઓએ પહેલાં 24 કલાકની કસ્ટમર કેર સર્વિસ આપવા માટે દિવસ રાત ત્રણ-ત્રણ શિફ્ટમાં કર્મચારીઓ બેસાડવા પડતા હતા. અથવા તો કોલ સેન્ટર્સ ચલાવતી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો. તેના બદલે હવે એ જ કામ એઆઈ ચેટબોટ કરી આપે છે. એક એઆઈ ચેટબોટનું મોડલ ક્રિએટ કરી દેવાથી કેટલાય કસ્ટમર કેર એક્ઝિક્યૂટિવ્સની છુટ્ટી થઈ જાય છે. હવે તો ઘણી કંપનીઓ ડિઝાઈનર એઆઈ ચેટબોટ બનાવી આપે છે.

જેણે એઆઈનું નિર્માણ કર્યું એના પર જ એઆઈએ એટેક કર્યો ! કોડિંગ અને પ્રોગ્રામિંગની મદદથી એઆઈ ટેકનોલોજીનો જન્મ થયો. આજે એઆઈ આ સેક્ટર પર જ મોટું જોખમ છે. ગિટહબ કોપાઈલટ, ચેટજીપીટીની મદદથી બેઝિક અને ઈન્ટરમીડિયેટ કોડિંગ ચંદ સેક્ધડમાં મળી રહી છે. જે કામ આઈટી પ્રોફેશનલ્સ કલાકોની મહેનત પછી કરી આપતા હતા એ જ કામ એઆઈ ટૂલના કારણે તુરંત થઈ જાય છે.

તેનાથી આઈટી સેક્ટરની નોકરીઓ પ્રભાવિત થઈ રહી છે. હવે આઈટી એન્જિનિયરને માત્ર કોડિંગ આવડતું હોય તો એની નોકરી ખતરામાં છે. ભારત જેવા દેશોમાં વાહનોની ટેકનોલોજી ઘણી વિકસી હોવા છતાં ડ્રાઈવર વગર વાહન ચલાવવાનું જોખમ કોઈ લેવા તૈયાર નથી. પરંતુ 2025નું વર્ષ આ સેક્ટર માટેય નિરાશા લઈને આવ્યું છે. અમેરિકા-જાપાન ઉપરાંત યુરોપના દેશોમાં ડ્રાઈવરલેસ કારના પ્રયોગો છેલ્લાં તબક્કામાં છે. જો આ ટેકનિક મોટાપાયે લાગુ પડી જશે તો સેંકડો ડ્રાઈવર્સ બેકાર બની જશે. વેધર રિપોર્ટથી લઈને અકસ્માત થાય ત્યારે તુરંત નજીકના હેલ્પ સેન્ટરમાં જાણ કરવા સુધીના કામ ઓટોમેટિક થઈ રહ્યાં છે. હ્મુમન એરરના કારણે, ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગના કારણે અકસ્માતો વધ્યા છે, પરિણામે લોકો ડ્રાઈવરલેસ કારની ટેકનોલોજી તરફ આકર્ષાઈ રહ્યાં છે.

પાંચ-સાત વર્ષથી ડિજિટલ માર્કેટિંગનો ટ્રેન્ડ શરૂૂ થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી માર્કેટિંગ, વેચાણ કરી શકાતું હોવાથી ઘણાં લોકોએ ડિજિટલ માર્કેટિંગની એજન્સી બનાવીને બિઝનેસ શરૂૂ કર્યો હતો.
ખાસ તો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટયૂબ, વોટ્સએપના માધ્યમથી કેવી રીતે કમાણી કરવી, કેવી રીતે પોસ્ટ મૂકવી એ બધું જ ડિજિટલ માર્કેટિંગમાં આવતું હતું, પરંતુ હવે એઆઈથી એ કામ આસાન બન્યું છે. આજે એઆઈ ચેટબોટ્સ સાવ સરળતાથી ડિજિટલ માર્કેટિંગની ફંડા કહે છે. પોસ્ટ મૂકવાનું યાદ કરાવે છે. માર્કેટિંગ માટે વન લાઈનર્સ લખી આપે છે. કેપ્શન ક્રિએટ કરી આપે છે. ફોટોમાં એડિટિંગ પણ કરી આપે છે. હેશટેગથી લઈને ટ્રેડિંગ વિષયનું મોનિટરિંગ કરી આપે છે. આ બધી સર્વિસ એઆઈ બેઝ્ડ થઈ ગઈ હોવાથી ડિજિટલ માર્કેટિંગમાં એન્ટ્રી લેવલની નોકરીઓ ખતમ થવા માંડી છે. અથવા તો ખૂબ જ ઘટવા લાગી છે. જે એજન્સીને પહેલાં 100 માણસોની જરૂૂર પડતી હતી તે અત્યારે એઆઈના જાણકાર 40-50 માણસોથી ચલાવી રહ્યાં છે.

ઘણી કંપનીઓએ ડિઝાઈનર એઆઈ ટૂલ બનાવીને તેને જ ઉમેદવારોના એનાલિસિસનું કામ સોંપવાનો આરંભ કર્યો છે. હમણાં જ આઈબીએમ વતી કહેવાયું હતું કે જોબ માટે અરજી કરનારા ઉમેદવારોનું શોર્ટલિસ્ટનું કામ એઆઈ ટૂલને સોંપાયું હતું. એ ટૂલથી બહુ જ નિષ્પક્ષ રીતે ઉમેદવારોનું લિસ્ટ મળ્યું હોવાનું કંપનીએ કહ્યું હતું. આ પ્રક્રિયા જો વ્યાપક રીતે શરૂૂ થશે તો એચઆર વિભાગમાં પણ કર્મચારીઓની સંખ્યા ઘટવા માંડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement