વિશ્ર્વના ટોચના 10 ગીચ વસતીવાળા શહેરોમાં અમદાવાદ-સુરતનો સમાવેશ
મુંબઇ પ્રથમ સ્થાને, એશિયામાં ગીચ વસ્તીવાળા શહેરોમાં ઝડપી વધારો, યુએનનો રિપોર્ટ
વિશ્વના શહેરીકરણ પરના તાજેતરના યુએન રિપોર્ટમાં 2025 માં ટોચના 10 સૌથી ગીચ વસ્તીવાળા શહેરોમાં ગુજરાતનો સમાવેશ થાય છે તે પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેમાં ભારતના ચાર શહેરોમાંથી બે શહેરોનો સમાવેશ થાય છે.
મુંબઈ પ્રતિ ચોરસ કિલોમીટરમાં લગભગ 27,000 લોકો રહે છે તે યાદીમાં પ્રથમ સ્થાને છે, જ્યારે સુરત ચોથા સ્થાને છે, અમદાવાદ નવમા સ્થાને છે અને બેંગલુરુ 10મા સ્થાને છે. હેવાલ મુજબ, આ બધા શહેરોમાં પ્રતિ ચોરસ કિલોમીટરમાં 20,000 થી વધુ લોકો રહે છે.
યુએનના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા તાજેતરમાં વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ 2025 પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રિપોર્ટનો સારાંશ દર્શાવે છે કે 10 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા 50 સૌથી ગીચ વસ્તીવાળા શહેરોમાં, 31 એશિયામાં હતા. અંદાજો દર્શાવે છે કે 1 કરોડ કે તેથી વધુ વસ્તી ધરાવતા મેગાસિટીઝની સંખ્યા સતત વધી રહી છે, અને અડધાથી વધુ એશિયામાં છે - 1975માં એશિયામાં આવા આઠ શહેરો હતા, જે 2025માં વધીને 33 થઈ ગયા છે.અહેવાલમા મુખ્યત્વે ખંડ અને દેશ-વિશિષ્ટ વલણોનો ટ્રેક રાખવામાં આવ્યો હતો, ત્યારે તેણે 510 શહેરી વસાહતોને ધ્યાનમાં લીધી હતી જેમાં શહેરીકરણની ડિગ્રી નામની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ઇમારતોની ઘનતા અને સેટેલાઇટ છબીઓમાંથી ગણતરી કરાયેલ વસ્તી ઘનતાના આધારે બનાવવામાં આવી હતી.
એકસાથે લેવામા આવે તો ભારત, નાઇજીરીયા, પાકિસ્તાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઇજિપ્ત, બાંગ્લાદેશ અને ઇથોપિયામાં 2025 અને 2050 વચ્ચે 50 કરોડથી વધુ શહેરી રહેવાસીઓ ઉમેરવાની અપેક્ષા છે, જે તે સમયગાળા દરમિયાન શહેરી રહેવાસીઓની વૈશ્વિક સંખ્યામાં અંદાજિત 986 મિલિયન વધારા માંથી અડધાથી વધુ છે શહેર-આધારિત શહેરી આયોજનકારોએ જણાવ્યું હતું કે અહેવાલમાં અમદાવાદ અને સુરત માટે ઘણી બાબતો છે. બંને શહેરોએ તાજેતરમાં તેમની સીમાઓમાં વિસ્તરણ કર્યું છે, અને બંને આર્થિક પાવરહાઉસને પાણી અને વીજળી સહિતના વધુ સંસાધનોની જરૂૂર પડશે તેવી શક્યતા છે.
યુએનના આંકડા મુજબ, 1975માં અમદાવાદની વસ્તી 2.6 મિલિયન હતી, જે 2025માં વધીને 7.6 મિલિયન થઈ ગઈ. 2050 સુધીમાં તે 8.2 મિલિયન સુધી પહોંચવાની શક્યતા છે. રાષ્ટ્રીય સ્તરે, તે આઠમું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, જ્યારે વૈશ્વિક સ્તરે તે 44મું છે,2050 સુધીમાં તે 8 મિલિયન થવાની શક્યતા છે, જે તેને ભારતનું નવમું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર અને વૈશ્વિક સ્તરે 55મું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બનાવે છે.
બંદોપાધ્યાયે કહ્યુ નવા નાના શહેરોનું આયોજન અને સંચાલન કરતી વખતે પેરિફેરલ વૃદ્ધિનું ટકાઉ સંચાલન હોવું જોઈએ, અને પરિવહન અને ઔદ્યોગિક વિકાસ કોરિડોરનો પણ વિચાર કરવો જોઈએ તેમણે કહ્યું શહેરીકરણની સંભાવનાઓનું જિલ્લાવાર નિરીક્ષણ પણ નિયમિતપણે હાથ ધરવું જોઈએ. શહેરી આયોજકોએ જણાવ્યું હતું કે આ અહેવાલ ભારત માટે અને ખાસ કરીને ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે શહેરી અને આર્થિક વિકાસમાં મોખરે છે.
તેમણે ધ્યાન દોર્યું કે આગામી વસ્તી ગણતરી વસ્તી વિષયક પરિવર્તનનું સાચું ચિત્ર આપશે, પરંતુ છેલ્લા દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ, અર્ધ-શહેરી અને શહેરી વિસ્તારોની વસ્તીમાં મોટો ફેરફાર થયો છે, જેમાં મોટા શહેરોની પરિઘ વિસ્તરી રહી છે નવા આર્થિક કોરિડોરના ઉદભવ અને ઉચ્ચ શિક્ષણ માટેની તકો અને જીવનની સારી ગુણવત્તાને કારણે વસ્તી કેન્દ્રિત થઈ રહી છે.