છૂટાછેડા બાદ દુબઈની રાજકુમારીનો અનોખો બિઝનેસ, Divorce નામનો પરફ્યુમ કર્યો લોન્ચ
ઘણીવાર તમે ફિલ્મો અને ગીતોમાં જોયું હશે કે બ્રેકઅપ કે ડિવોર્સ પછી લોકો ઘણા એવા કામ કરે છે જેના કારણે છેતરનાર વ્યક્તિ જોતો જ રહે છે. દુબઈના શાસક મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમની પુત્રી પ્રિન્સેસ શેખા મહારાએ પણ આવું જ કંઈક કર્યું. તેણે છૂટાછેડા પછી પરફ્યુમ લોન્ચ કર્યું. હવે દુબઈની પ્રિન્સેસ માટે પરફ્યુમ લૉન્ચ કરવી એ કઈ મોટી વાત છે પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે તેણે પરફ્યુમનું જ નામ ‘ડિવોર્સ’ રાખ્યું છે.
https://www.instagram.com/p/C_tjZBDTIrs/?utm_source=ig_web_copy_link
દુબઈની રાજકુમારી શેખા મહરાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર તેના 'ડાયવોર્સ' પરફ્યુમની તસવીર શેર કરી અને લખ્યું, ' ‘Divorce by Mahra M1'તેમની આ પોસ્ટ બાદ અનેક લોકો કમેન્ટ કરી રહ્યા છે. આ કોમેન્ટ જોયા પછી એવું લાગે છે કે શેખા મેહરાએ છૂટાછેડા નામનું પરફ્યુમ લોન્ચ કરીને જે તીર છોડ્યું છે તે સાચા નિશાન પર પડશે.
શેખા મહેરાએ ઈન્સ્ટાગ્રામ પર જ પોસ્ટ કરીને પતિને છૂટાછેડા આપી દીધા હતા. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, 'પ્રિય પતિ, તમે તમારા મિત્રો અને અન્ય લોકો સાથે ખૂબ વ્યસ્ત છો. આ કારણે હું તને છૂટાછેડા આપી રહી છું. હું તને છૂટાછેડા આપું છું, હું તને છૂટાછેડા આપું છું અને હું તને છૂટાછેડા આપું છું. કાળજી લો. તમારી ભૂતપૂર્વ પત્ની.
જ્યારે શેખા મહેરાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા ત્યારે તે ચર્ચામાં આવી હતી. તે સમયે લોકોને તેની ડિવોર્સ આપવાની સ્ટાઈલ પસંદ આવી હતી. તેણે તે જ ક્ષણે તેના પતિને પણ અનફોલો કરી દીધો. આ સાથે તેણે પતિ સાથેની તમામ પોસ્ટ પણ ડિલીટ કરી દીધી હતી. ગયા વર્ષે જ તેના લગ્ન થયા હતા. બંનેને એક પુત્રી છે પરંતુ એક વર્ષ પછી બંને અલગ થઈ ગયા અને છૂટાછેડા લઈ લીધા.
હવે તેના છૂટાછેડાને લગભગ 2 મહિના વીતી ગયા છે અને તેણે ડિવોર્સ નામનું પરફ્યુમ લોન્ચ કર્યું છે, જેના પછી તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. ત્યારે લોકોએ તેમના વખાણ કર્યા હતા અને આજે પણ તેમની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. તેનું પરફ્યુમ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. રાજકુમારીના પૂર્વ પતિનું નામ શેખ માના છે.