ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મુંબઇ બાદ હવે લંડનમાં થશે અનંત-રાધિકાના લગ્નની ઉજવણી

11:32 AM Jul 15, 2024 IST | Bhumika
Advertisement

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થઈ ચૂક્યા છે. જોકે આ લગ્ન સમારોહ હજી પત્યો નથી. દુનિયાભરમાં અનંત અંબાણીના લગ્નની ચર્ચાઓ થવા લાગી છે. 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા હતા અને ત્યાર પછી 14 જુલાઈ સુધી વેડિંગ રિસેપ્શન ચાલુ હતું.. આ રિસેપ્શન પછી લાગતું હતું કે અનંત અંબાણીના લગ્નના ફંકશન પૂરા થઈ ગયા પરંતુ આવું નથી. લગ્નના ફંકશન ફક્ત મુંબઈમાં પૂરા થયા છે હવે લંડનમાં રાધિકા અને અનંતના લગ્નનું સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે.

Advertisement

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ગયા વર્ષે જાન્યુઆરીમાં સગાઈ કરી હતી. સગાઈ માટે પણ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી માર્ચ મહિનાથી જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંકશન શરૂૂ થયા હતા. જામનગરમાં લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન ત્રણ દિવસ ચાલ્યા અને ત્યાર પછી યુરોપમાં ચાર દિવસ સુધી ક્રુઝ પાર્ટી કરવામાં આવી. ત્યાર પછી 5 જુલાઈથી મુંબઈમાં કપલ માટેના લગ્નના ફંકશન શરુ થયા હતા.

12 જુલાઈ એ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે હિન્દુ રીતી રિવાજ અનુસાર લગ્ન કર્યા. શનિવારે બંને માટે બ્લેસિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી રવિવારે વેડિંગ રિસેપ્શન પાર્ટીનું આયોજન થયું. હવે અંબાણી પરિવાર મુંબઈ પછી લંડન લગ્નની ઉજવણી કરવા જશે તેવી ખબર સામે આવી છે.

એક રિપોર્ટ અનુસાર અનંત અંબાણી અને રાધિકાના ભવ્ય લગ્નના સમારોહ મુંબઈમાં પુરા થયા છે. હવે અંબાણી પરિવાર તેના મિત્રો અને સંબંધીઓ માટે લંડનમાં એક સેલિબ્રેશન કરશે. અહીંનું સેલિબ્રેશન લાંબુ ચાલશે. અંબાણી પરિવાર એક અઠવાડિયાની અંદર જ લંડન જવા રવાના થઈ જશે. જોકે આ અંગે હજુ સુધી સત્તાવાર જાણકારી સામે આવી નથી. આ ખબરની મર્ચન્ટ પરિવાર કે અંબાણી પરિવાર તરફથી પુષ્ટિ કરવામાં નથી આવી.

Tags :
Anant-Radhika's weddingAnant-Radhika's wedding celebratedindiaindia newsLondonworld
Advertisement
Next Article
Advertisement