કેનેડા-મેક્સિકો અને ચીન પછી ટ્રમ્પનું યુરોપ સામે ટેરિફ વોર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધા બાદથી ટેરિફ પોલિસી પર આગળ વધી રહ્યા છે. કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદ્યા બાદ ટ્રમ્પે હવે યુરોપિયન યુનિયન (EU) પર ટેરિફ લાદવાની વાત કરી છે.
જ્યારે પત્રકારોએ તેમને વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં પૂછ્યું કે શું તેઓ યુરોપિયન યુનિયન પર ટેરિફ લાદવાનું વિચારી રહ્યા છે. આના પર ટ્રમ્પે કહ્યું, શું હું યુરોપિયન યુનિયન પર ટેરિફ લગાવીશ? તમારે સાચો જવાબ જોઈએ છે કે રાજકીય જવાબ? યુરોપિયન યુનિયને અમારી સાથે ખરાબ વર્તન કર્યું છે.
ઉલેખનીય છે કે 2018માં રાષ્ટ્રપતિ પદ સંભાળતા ટ્રમ્પે યુરોપિયન યુનિયનમાંથી આયાત થતા એલ્યુમિનિયમ સ્ટીલ પર ટેરિફ લગાવી હતી. આ પછી, ઊઞએ વ્હિસ્કી અને મોટરસાયકલ સહિત અમેરિકન ઉત્પાદનો પર પણ ટેરિફ લાદ્યો. આ પહેલા ટ્રમ્પે ચીન અને પડોશી દેશો કેનેડા અને મેક્સિકો પર 25-25 ટકા ટેરિફ લગાવ્યા હતા.
પરંતુ કેનેડા અને મેક્સિકોએ પણ ટ્રમ્પના નિર્ણય પર પ્રત્યાઘાતી ટેરિફની જાહેરાત કરી હતી. આથી ચીને તેની સામે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં કેસ દાખલ કરવાનું કહ્યું હતું. બીજી તરફ પન્નામાં ટ્રમ્પને સામે ઝુકી ગયુ છે. પનામા કેનાલને લઈને ટ્રમ્પના દબાણ વચ્ચે પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોએ કહ્યું છે કે તેમનો દેશ ચીનની મહત્વાકાંક્ષી યોજના બેલ્ટ એન્ડ રોડ (બીઆરઆઈ)નું નવીકરણ કરશે નહીં. પનામા 2017માં ચીનની આ યોજના સાથે સંકળાયેલું હતું. પરંતુ હવે પનામાના રાષ્ટ્રપતિની આ જાહેરાત બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે પનામા ટૂંક સમયમાં ચીનની આ યોજનામાંથી બહાર આવવાનું છે. પ્રમુખ મુલિનોએ કહ્યું કે હવે પનામા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સહિત નવા રોકાણો પર યુએસ સાથે મળીને કામ કરશે.