For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકા બાદ કેનેડા આપ્યો ભારતને ઝટકો, 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી રદ કરી

03:19 PM Sep 10, 2025 IST | Bhumika
અમેરિકા બાદ કેનેડા આપ્યો ભારતને ઝટકો  80 ટકા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી રદ કરી

Advertisement

વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે છેલ્લા ઘણા વર્ષોથી કેનેડા પસંદગીનું સ્થળ રહ્યું છે. ત્યારે હવે અમેરિકા બાદ કેનેડાએ પણ ભારતને મોટો ઝટકો આપ્યો છે. કેનેડાએ તેની વિઝા પોલિસી કડક બનાવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા જવાનું મુશ્કેલ બન્યું છે. કેનેડાએ 2025માં 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ રદ કરી હોવાનો ખુલાસો થયો છે.

Advertisement

કેનેડાના આ પગલાથી ત્યાંની કોલેજોમાં પ્રવેશ પર પણ અસર પડી છે. કેનેડા સરકારના ડેટા અનુસાર, 2024 માં, કેનેડાએ ફક્ત 1.88 લાખ નવા ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો, જ્યારે બે વર્ષ પહેલા સુધી આ સંખ્યા બમણાથી વધુ હતી.

કેનેડા અને અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓ માટે પ્રિય દેશો રહ્યા છે, જ્યાં તેઓ લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ આ બંને દેશોના ખરાબ વર્તન અને ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યેના તેમના ઉદાસીન વલણને કારણે, ભારતીય વિદ્યાર્થીઓનો ટ્રેન્ડ હવે જર્મની તરફ ગયો છે. જર્મની ટોચના પ્રિય દેશ તરીકે ઉભરી આવ્યું છે. આ કારણે, કેનેડા હવે ફક્ત 9 ટકા વિદ્યાર્થીઓની પહેલી પસંદગી છે.

કેનેડા શા માટે દરવાજા બંધ કરી રહ્યું છે

કેનેડા ભારત સહિત વિશ્વભરના દેશોના વિદ્યાર્થીઓ માટે તેના દરવાજા બંધ કરી રહ્યું છે કારણ કે ત્યાં મોટા પાયે રહેણાંક સુવિધાઓનો અભાવ છે. આ ઉપરાંત, માળખાગત સુવિધાઓ પર દબાણ છે. સ્થાનિક રાજકારણને કારણે કેનેડાને પણ આવી કાર્યવાહી કરવાની ફરજ પડી છે. કેનેડાએ હવે વિદ્યાર્થીઓને વિઝા આપવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે અને કહ્યું છે કે વિઝા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓએ પહેલા કરતાં વધુ નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરવી પડશે. એટલે કે, હવે તેમણે 20,000 કેનેડિયન ડોલરના કાગળો બતાવવા પડશે. આ ઉપરાંત, વિગતવાર અભ્યાસ યોજના અને ભાષા પરીક્ષણના પરિણામો સબમિટ કરવા પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement