For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એરટેલ બાદ જિયોએ મસ્કની સ્ટારલિંક સાથે હાથ મિલાવ્યાં, સેટેલાઇટથી મળશે ઇન્ટરનેટ

10:26 AM Mar 12, 2025 IST | Bhumika
એરટેલ બાદ જિયોએ મસ્કની સ્ટારલિંક સાથે હાથ મિલાવ્યાં  સેટેલાઇટથી મળશે ઇન્ટરનેટ

Advertisement

એરટેલ બાદ રિલાયન્સ જિયોએ ઈલોન મસ્કની કંપની SpaceX સાથે પાર્ટનરશિપ કરવાનું એલાન કર્યું છે. ત્યારબાદ સ્ટારલિંક સર્વિસને ભારતમાં લાવવામાં આવશે. સ્ટારલિંક સેટેલાઇટ બેઝ્ડ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર છે. જે લાંબા સમયથી ભારતમાં તેની સેવા શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. એક દિવસ પહેલા જ એરટેલે સ્પેસએક્સ સાથે ભાગીદારીની જાહેરાત પણ કરી હતી.

રિલાયન્સે કહ્યું કે કંપની સ્ટારલિંકના ડિવાઇસ, હાર્ડવેર અને ઇન્સ્ટોલેશનમાં મદદ કરશે. આ માટે તમે Jio પ્લેટફોર્મની મદદ લઈ શકો છો, જે રિટેલ અને ઓનલાઈન સ્ટોર્સના રૂપમાં ઉપલબ્ધ છે.

Advertisement

ગઈકાલે એટલે કે મંગળવારે (11 માર્ચ) ટેલિકોમ કંપની ભારતી એરટેલે અમેરિકન કંપની સાથે કરાર કર્યો હતો. મંગળવારે (11 માર્ચ)ના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં એરટેલે આ માહિતી આપી હતી.

ઇલોન મસ્ક લાંબા સમયથી ભારતમાં તેમની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક શરૂ કરવા ઇચ્છતા હતા અને હવે એરટેલ અને જિયો સાથે હાથ મિલાવ્યા બાદ એમ કહેવું ખોટું નહીં હોય કે તેમનું સપનું સાકાર થતું જણાય છે. Starlink સાથેના આ કરારની માહિતી Jio Platforms Limited દ્વારા આપવામાં આવી છે.

એલોન મસ્કની સ્ટારલિંક કંપની એરટેલ અને રિલાયન્સ જિયો સાથે ડીલ ધરાવે છે, પરંતુ સ્ટારલિંકને ભારતમાં સેવા શરૂ કરવામાં હજુ થોડો સમય લાગી શકે છે અને તેનું કારણ એ છે કે કંપનીને હજુ કેટલીક મંજૂરીઓ મળવાની બાકી છે.

ડીલથી ગ્રાહકોને કેવી રીતે ફાયદો થશે?

એરટેલ અને રિલાયન્સ જિયો સાથે સ્ટારલિંકના આ સોદાથી તમને કેટલો ફાયદો થશે? તમે પણ આવું જ વિચારી રહ્યા છો ને? તમને જણાવી દઈએ કે સ્ટારલિંક પાસે હજારો લો અર્થ ઓર્બિટ સેટેલાઇટ છે અને આ ઉપગ્રહો લેસર લિંક દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે જેના કારણે ડેટા ઝડપથી ટ્રાન્સમિટ થાય છે. જો ડેટા ઝડપથી ટ્રાન્સમિટ થશે તો તમને હાઈ સ્પીડ ઈન્ટરનેટનો લાભ મળશે.

સ્ટારલિંક સેવાનો ઉપયોગ કરવા માટે, એક નાનું ઉપકરણ ઇન્સ્ટોલ કરવું જરૂરી છે જેને સ્ટારલિંક ટર્મિનલ પણ કહેવાય છે. આ ઉપકરણને સેટ કર્યા પછી, આ ઉપકરણમાં સેટેલાઇટથી સિગ્નલ મળવાનું શરૂ થાય છે, જેના કારણે લોકોને ઝડપી ઇન્ટરનેટ મળે છે.

સ્ટારલિંકનો હેતુ શું છે?

સ્ટારલિંક એલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા વિકસાવવામાં આવી છે. સ્ટારલિંક દ્વારા લોકોને હાઈ સ્પીડ ઈન્ટરનેટ આપવા માટે કંપનીએ કોઈ ટાવર ઈન્સ્ટોલ કરવાની જરૂર નથી. સ્ટારલિંકનો હેતુ હાઇ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરવાનો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement