For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોરોનાના 3 વર્ષ બાદ હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો વધારે

05:13 PM Oct 11, 2024 IST | admin
કોરોનાના 3 વર્ષ બાદ હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો વધારે

હોસ્પિટલમાં દાખલ થયા હોય તેની ઉપર જોખમ વધારે, ચોંકાવનારો રિપોર્ટ

Advertisement

મેડિકલ જર્નલ એથેરોસ્ક્લેરોસિસ થ્રોમ્બોસિસ અને વેસ્ક્યુલર બાયોલોજીમાં પ્રકાશિત એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં એક રિસર્ચ વિશે જણાવવામાં આવ્યું છે કે કોવિડના ઇન્ફેક્શનથી સાજા થયાના 3 વર્ષ પછી પણ હાર્ટ એટેક અને સ્ટ્રોકના કારણે મૃત્યુનું જોખમ રહે છે.

આ રિસર્ચમાં 11 હજારથી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આમાં તે લોકોના મેડિકલ રિપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમને વર્ષ 2020 માં કોવિડ થયો હતો એટલે કે તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તે ઞઊં પઇશજ્ઞબફક્ષસથ નામના વિશાળ ડેટાબેઝમાં સમાવિષ્ટ લગભગ 2.5 મિલિયન લોકોના મેડિકલ રેકોર્ડ પર આધારિત હતું.

Advertisement

રિસર્ચર્સે આ ડેટાબેઝમાં આવા 11 હજારથી વધુ લોકોની ઓળખ કરી હતી. જેમનો વર્ષ 2020માં કોવિડ-19 માટે લેબ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે તેના મેડિકલ રેકોર્ડમાં નોંધાયેલ છે. તેમાંથી, 3,000 થી વધુ લોકોને ગંભીર સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓએ આ ગ્રુપની સરખામણી સમાન ડેટાબેઝમાં હાજર 222,000 થી વધુ લોકો સાથે કરી. જેમની સમાન સમયસીમામાં કોવિડ-19ની હિસ્ટ્રી ન હતી.
રિસર્ચમાં જાણવા મળ્યું કે જે લોકોને વર્ષ 2020માં કોવિડ થયો હતો, તે સમય સુધી તેમને વેક્સિન આપવામાં આવી ન હતી. તેમને બીમારીના લગભગ ત્રણ વર્ષ સુધી હૃદયરોગનો હુમલો અથવા સ્ટ્રોક અથવા મૃત્યુ જેવી મોટી કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાનું જોખમ એ લોકોની સરખામણીમાં બમણું હતું.

જેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો ન હતો. જો કોઈ વ્યક્તિને તેના સંક્રમણ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો એ વધુ ગંભીર બાબત તરફ ઇશારો કરે છે. તો તેના હૃદયની મોટી ઘટનાનું જોખમ ઘણું વધારે હતું. જયારે જેમના મેડિકલ રેકોર્ડમાં કોવિડ નથી તેમની સરખામણીમાં આ લોકોને હૃદય સંબંધિત ઘટનાનું જોખમ ત્રણ ગણું વધારે હતું. કોવિડ સંક્રમણ જે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, તેમનામાં કોવિડ ભવિષ્યના હાર્ટ એટેક અને સ્ટ્રોક માટે ડાયાબિટીસ અથવા પેરિફેરલ ધમની બિમારી અથવા ઙઅઉ જેટલું શક્તિશાળી જોખમ પરિબળ હોવાનું જણાયું હતું. રિસર્ચમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે મે 2020 અને એપ્રિલ 2021 વચ્ચે, 3.5 મિલિયનથી વધુ અમેરિકનો કોવિડ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement