પાકિસ્તાનના રક્ષામંત્રી, ISIના વડાની વિઝા અરજી ત્રણ-ત્રણ વખત નકારતું અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે હાલના દિવસોમાં તણાવ યુદ્ધ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. સરહદી વિસ્તારોમાં તણાવપૂર્ણ ઘટનાઓની સાથે-સાથે બન્ને દેશો વચ્ચે નિવેદનબાજી પણ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મુહમ્મદ આસિફ અને ISI ચીફ અસીમ મલિક સહિત બે અન્ય પાકિસ્તાની જનરલ સતત અફઘાનિસ્તાનની મુલાકાત લેવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સતત ત્રણ વખત વિઝા માટે એપ્લાય કર્યુ છે. જો કે, તાલિબાને ત્રણેય વખત તેમના વિઝા રિજેક્ટ કરી દીધા છે.
હવે મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે, આખરે પાકિસ્તાનની અચાનક અફઘાનિસ્તાનની મુલાકાતનો હેતુ શું હતો? શું તે સુરક્ષા વાતચીતનો ભાગ હતો કે ગુપ્ત કરારની શરૂૂઆત? આ બાબતે હાલ તો કોઈપણ પક્ષે સત્તાવાર રીતે ટિપ્પણી કરી નથી.
તાલિબાન સરકારના કડક વલણથી સમગ્ર ઘટના વધુ રહસ્યમય બની ગઈ છે. આ દરમિયાન પાકિસ્તાને સ્પિન બોલ્ડક સરહદ પર ફસાયેલા અફઘાન શરણાર્થીઓને અફઘાનિસ્તાન પાછા ફરવાની મંજૂરી આપી છે. જો કે, સરહદ પાર સ્થિત સૂચના પ્રમુખ અલી મોહમ્મદ હકમલ અનુસાર, શરણાર્થીઓ સિવાયની કોઈપણ હિલચાલ પર પ્રતિબંધ છે. તાલિબાને 3 વખત રિજેક્ટ કર્યા પાકિસ્તાનના વિઝા આપ્યા.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ફરી એકવાર વધ્યો છે. પાકિસ્તાની અધિકારીઓ - રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફ, ISI ચીફ અસીમ મલિક અને બે વરિષ્ઠ પાકિસ્તાની જનરલ - છેલ્લા કેટલાક દિવસોથી અફઘાનિસ્તાનની મુલાકાત માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ત્રણ અલગ-અલગ વિઝા અરજીઓ સબમિટ કરી હોવાના અહેવાલ છે, પરંતુ કાબુલ વહીવટીતંત્રે વારંવાર તેમની રિક્વેસ્ટને રિજેક્ટ કરી છે.