તુર્કીમાં વાટાઘાટો વચ્ચે અફઘાન-પાક. સરહદે ગોળીબાર; 5નાં મોત
પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાન પર પાકિસ્તાન તાલિબાન (TTP ) જેવા આતંકવાદી જૂથોને આશ્રય આપવાનો આરોપ લગાવતું આવ્યું છે, જે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા કરે છે.
અફઘાનિસ્તાનના દક્ષિણ કંદહાર પ્રાંતમાં સરહદી વિસ્તારમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે થયેલી ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા અને છ ઘાયલ થયા. આ ઘટના બાદ, બંને દેશોએ એકબીજા પર ગોળીબાર શરૂૂ કરવાનો આરોપ લગાવ્યો છે. તુર્કીમાં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટો અંતિમ તબક્કામાં હતી ત્યારે હિંસા થઈ છે
પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાન પર અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર (TTP ) જેવા આતંકવાદી જૂથોને આશ્રય આપવાનો આરોપ લગાવતું આવ્યું છે, જે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ કરે છે. જોકે, તાલિબાન વહીવટીતંત્રે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા છે, જેમાં ચાર મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે છ અન્ય ઘાયલ થયા છે. પાકિસ્તાની બાજુએ જાનહાનિ અંગે તાત્કાલિક કોઈ માહિતી નથી.
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે તુર્કીમાં પાકિસ્તાન સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાની દળોએ સ્પિન બોલ્ડક પર ગોળીબાર કર્યો હતો. ઇસ્લામિક અમીરાત દળોએ વાટાઘાટોનો આદર કરીને અને નાગરિક જાનહાનિ ટાળીને કોઈ જવાબ આપ્યો ન હતો જોકે પાકિસ્તાનના માહિતી મંત્રાલયે આરોપોને ફગાવી દીધા હતા, અને કહ્યું હતું કે અમે અફઘાન પક્ષ દ્વારા લગાવવામાં આવેલા ખોટા આરોપોને સખત રીતે નકારી કાઢીએ છીએ.
યુએનના અહેવાલ મુજબ, ઓક્ટોબરમાં અફઘાન સરહદી વિસ્તારમાં એક અઠવાડિયાની અથડામણમાં 50 નાગરિકો માર્યા ગયા હતા અને 447 ઘાયલ થયા હતા. તે જ સમયગાળા દરમિયાન કાબુલમાં વિસ્ફોટોમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાની સૈન્યએ પણ 23 સૈનિકો માર્યા ગયા અને 29 ઘાયલ થયા હોવાના અહેવાલ આપ્યા હતા, જોકે નાગરિકોના જાનહાનિનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
