અમેરિકામાં પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી: મોસ્ટ વોન્ટેડ સહિત 8 આતંકી ઝડપાયા
અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. પંજાબના ગેંગસ્ટર પવિત્ર સિંહ બટાલાનું નામ પણ NIAની મોસ્ટ વોન્ટેડ યાદીમાં છે. યુએસ તપાસ એજન્સી FBI દ્વારા બટાલાને તેની ગેંગના 7 ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે ધરપકડ કરવામાં આવી છે.
બટાલા કથિત રીતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલો છે અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી માટે ભારતમાં વોન્ટેડ છે. શેરિફ ઓફિસ અનુસાર, સેન જોઆક્વિન કાઉન્ટીમાં અપહરણ અને ત્રાસ સંબંધિત કેસમાં શુક્રવારે અમેરિકાના વિવિધ ભાગોમાંથી ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, બટાલા ઉપરાંત, અન્ય શંકાસ્પદોની ઓળખ દિલપ્રીતસિંહ, અમૃતપાલસિંહ, અર્શપ્રીતસિંહ, મનપ્રીત રંધાવા, સરબજીતસિંહ, ગુરતાજ સિંહ અને વિશાલ તરીકે ઓળખાતા એક વ્યક્તિ તરીકે કરવામાં આવી છે, જેણે પોતાનું છેલ્લું નામ જાહેર કર્યું નથી. બધા આરોપીઓ પર અપહરણ, ત્રાસ, ખોટી રીતે કેદ, સાક્ષીને ડરાવવા કે ધમકાવવા, સેમીઓટોમેટિક બંદૂકથી હુમલો કરવા અને ગુનાહિત ધાકધમકી આપવા સહિતના અનેક આરોપો મૂકવામાં આવ્યા હતા અને તેમને સાન જોઆક્વિન કાઉન્ટી જેલમાં મોકલવામાં આવ્યા હતા.