કેલિફોર્નિયામાં બેફામ દોડતી ટેસ્લા કાર ઘરમાં ઘુસી સળગી, ગુજરાતીનું મોત
કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં થયેલા એક અકસ્માતમાં ટેસ્લા કાર ચલાવી રહેલા ગુજરાતી યુવકનું કમકમાટીભર્યું મોત થયું છે. ગત સોમવારે સાંજે થયેલા આ અકસ્માતમાં મૃતકની ઓળખ કમલેશ પટેલ તરીકે કરવામાં આવી છે, જેમની ઉમર 46 વર્ષ હતી અને તેઓ ફ્રેમોન્ટના જ રહેવાસી હતા.
કમલેશ જે. પટેલ ટેસ્લા કાર ચલાવી રહ્યા હતા તે એક અપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ઘુસી ગઈ હતી. અકસ્માત થતાં જ સળગી ઉઠી હતી. કમલેશ પટેલ ફ્રેમોન્ટમાં સોફટવેર ઈજનેર હતા અને તેમણે કેલિફોર્નિયામાં સોફટવેર ઈજનેરીનો અભ્યાસ કર્યો હતો.
કારચલાકે કદાચ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હતો. ફ્રેમોન્ટ ફાયર ડિપાર્ટમેન્ટના એક્ટિંગ બટાલિયન ચીફ ડેન બ્રુનિકાર્ડીના જણાવ્યા અનુસાર સાંજે પોણા છ વાગ્યે થયેલા અકસ્માતમાં અપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ઘૂસી ગયેલી કાર પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી. આખા બિલ્ડિંગમાં ધૂમાડો પ્રસરી જતાં ફાયર અલાર્મ પણ શરૂૂ થઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ફર્સ્ટ ફલોર પર આવેલા જે મકાનમાં કમલેશ પટેલની કાર પહોંચી ગઈ હતી તે ખાલી પડયું હતું, પરંતુ આ ગમખ્વાર અકસ્માતમાં કમલેશ જે. પટેલને હોસ્પિટલ પહોંચાડાય તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું.
આ મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે લગભગ 100 માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી કાર સાથે તે પોતે પણ અથડાતા રહી ગઈ હતી. કમલેશ પટેલની કાર કેટલી સ્પીડમાં હતી તેને અંદાજ ટક્કર થયા બાદ કારની જે સ્થિતિ થઈ હતી તેને જોતા જ લગાવી શકાય છે.