14 માળની ઈમારતમાં લાગી ભયંકર આગ, લોકો જીવ બચાવવા કૂદ્યા, 4નાં મોત, જુઓ વિડીયો
સ્પેનના વેલેન્સિયામાં એક 14 માળની ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. અહેવાલો અનુસાર, આગ ગઈ કાલે (સ્થાનિક સમય મુજબ) સાંજે 5.30 વાગ્યાની આસપાસ લાગી હતી. આ દરમિયાન લગભગ 350 લોકો તેમના ઘરોમાં ફસાયા હતા. આગથી બચવા માટે ઘણા લોકોએ ઉપરના કેટલાય માળેથી કૂદકો પણ માર્યો હતો. જો કે, જોકે તેમના માટે નીચે મેટ પાથરવામાં આવી હતી.
A fire broke out this afternoon at a 14-story residential building located in the neighborhood of Campanar, Valencia, Spain 🇪🇸
| 22 February 2024 |#buildingfire #Spain #Campanar #Valencia #fuegodeedificio #fuego #campanarfuego— UniversalTimes (@UniversalTimes_) February 23, 2024
આગ બાદ કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિ અનેક માળ પરથી નીચે કૂદતો જોવા મળી રહ્યો છે. તેને બચાવવા માટે, નીચે મેટ નાખવામાં આવી હતી. તે જ સમયે, ઘણા લોકો તેમના ફ્લેટની બાલ્કનીમાંથી મદદ માટે અપીલ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ઈમારત સંપૂર્ણપણે ખંડેર બની ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ માટે ફાયર ફાઈટરોએ આખી રાત મહેનત કરી હતી. તેમનું માનવું છે કે આ સમયે ગુમ થયેલા લોકોના જીવિત રહેવાની શક્યતાઓ નહિવત દેખાઈ રહી છે.