For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકાના ડેનવર-કોલોરાડોમાં બરફના તોફાને મચાવી તબાહી

01:13 PM Mar 16, 2024 IST | Bhumika
અમેરિકાના ડેનવર કોલોરાડોમાં બરફના તોફાને મચાવી તબાહી

અમેરિકાના ડેનવર, કોલોરાડો વિસ્તાર આ સમયમાં હુંફાળા શિયાળા માટે જાણીતો હોય છે પરંતુ બદલાતા જતા મોસમના મિજાજ વચ્ચે આ વિસ્તારમાં ભયાનક વાવાઝોડું અને ભારે બરફ વર્ષા થતા સમગ્ર વિસ્તારમાં એક ફૂટ સુધી બરફના થર છવાઇ ગયા છે. રોજિંદા જીવનને ભારે અસર પહોંચી છે, 800થી વધારે ફ્લાઇટસ કેન્સલ થતા અનેક મુસાફરો રઝળી પડ્યા છે. હજુ પણ વાવાઝોડાની અસર રહેવાની આગાહી કરવામાં આવી છે. રસ્તા પર બરફના થર જામી જવાથી જન જીવન પણ ખોરવાઇ ગયું છે. ચોતરફ સફેદ ચાદર છવાયેલી નજરે પડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement