વેનિસ ફિલ્મ ફેસ્ટિવલનો રેડ કાર્પેટ નજારો
12:28 PM Sep 06, 2024 IST | admin
વેનિસ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ શૈલીની ભારે ચર્ચા હોય છે. અવનવા પોષાક, હેરસ્ટાઇલ અને અદા સાથે હોલિવૂડના સિતારાઓ નજરે પડે છે. 81મા ફેસ્ટિવલમાં લેડી ગાગા ફિલ્મ ‘જોકર: ફોલી અ ડયુકસ’ના આગવા લૂકમાં નજરે પડે છે. આ જ ફિલ્મ માટે અન્ય સિતારાઓ જેવા કે આઇરિસ લો, લૂઇસા ગૌલીમોકી પણ અનોખા અંદાજમાં નજરે પડે છે. જયારે ફિલ્મ ‘ધ રૂમ નેકસ્ટ ડોર’ના કલાકારો ટિલ્ડા સ્વિન્ટોન, પેડ્રો અલ્મોડોવર, જુલિયન મૂરે તથા કાસિયા સ્મુટનિયાક પણ રેડ કાર્પેટ ઉપર નજરે પડે છે.
Advertisement
Advertisement