For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફિલિપાઇન્સના યુધ્ધ જહાજે ચીની શિપને ટક્કર મારી

03:58 PM Aug 19, 2024 IST | admin
ફિલિપાઇન્સના યુધ્ધ જહાજે ચીની શિપને ટક્કર મારી

ચીની સમુદ્રમાં નવો તણાવ, ચેતવણી આપવા છતા ફિલિપાઇન્સનું જહાજ ઘુસી આવ્યાનો ચાઇનીઝ કોસ્ટગાર્ડનો આરોપ

Advertisement

હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવનું વાતાવરણ છે. સમગ્ર દુનિયામાં ચર્ચા છે કે ઈરાન ગમે ત્યારે ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. આ બધાની વચ્ચે એક બીજો મોરચો છે જ્યાં તણાવ છે, તે છે દક્ષિણ ચીન સાગર અહીં ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે સંઘર્ષ થયો હતો ચાઈનીઝ કોસ્ટ ગાર્ડે દાવો કર્યો છે કે ફિલિપાઈન્સના જહાજે ‘ઈરાદાપૂર્વક’ ચીની જહાજને ટક્કર મારી હતી.

ચીની કોસ્ટ ગાર્ડે સોમવારે જણાવ્યું હતું કે ફિલિપાઈન્સના એક જહાજે તેમની વારંવારની ચેતવણીઓને અવગણી હતી અને ખતરનાક રીતે ચીની જહાજને ઈરાદાપૂર્વક ટક્કર મારી હતી. ચીનની દરિયાઈ સુરક્ષાના અન્ય એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફિલિપાઈન્સનું જહાજ સેક્ધડ થોમસ શોલ નજીક ઘૂસી ગયું હતું જ્યારે તેને સબીના શોલના પાણીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.ચીની કોસ્ટ ગાર્ડના પ્રવક્તા ગાન યુના જણાવ્યા અનુસાર, સોમવારે વહેલી સવારે સબીના શોલ નજીકના પાણીમાં ફિલિપાઈન કોસ્ટ ગાર્ડના બે જહાજો ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી ગયા હતા.

Advertisement

બેઇજિંગ સબિના અને સેક્ધડ થોમસ શોલ્સ સહિત લગભગ સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર દાવો કરે છે અને હેગની પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન દ્વારા 2016ના ચુકાદાને અવગણી રહ્યું છે કે તેના દાવાઓ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ અમાન્ય હતા. હજુ સુધી ફિલિપાઈન્સ તરફથી આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. આ ક્ષેત્રમાં ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે તણાવ નવો નથી, ભૂતકાળમાં પણ આવા કિસ્સા નોંધાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement